Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લાના મંગલેશ્વર(કબીરવડ) ખાતે તાલુકા કક્ષાના યોગ દિવસની ઉજવણી કરાઈ.

Share

વિશ્વભરમાં દર વર્ષે ૨૧ મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે સમગ્ર વિશ્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસના ૮ માં સંસ્કરણમાં ‘માનવતા માટે યોગ’ની થીમ પર આયોજિત કરાયો હતો. જે અન્વયે ભરૂચ જિલ્લામાં પણ તાલુકા કક્ષાનો કાર્યક્રમ કબીરવડમાં શ્રી ભારદ્વાજ આશ્રમ સેવા ટ્રસ્ટ, મંગલેશ્વર ખાતે ભરૂચ મામલતદાર(ગ્રામ્ય) રોશની પટેલના અધ્યક્ષપદે આયોજિત રવામાં આવ્યો હતો.

આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્ણાટકના મૈસુર ખાતેથી જીવંત પ્રસારણમાં જણાવ્યું હતું કે, યોગથી તણાવ ઘટે છે તથા આત્મવિશ્વાસમાં વધારો થાય છે. તેમજ રોજિંદા જીવનમાં યોગ અપનાવવા પણ જણાવ્યું હતું. આ ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના યોગ અંગેના જીવંત પ્રસારણને પણ લોકોએ નિહાળ્યો હતો. આ પ્રસંગે યોગ પ્રશિક્ષકની ટીમ દ્વારા વિવિધ યોગાસનો કરાવીને તેની મહત્તા પણ સમજાવી હતી. યોગ અંગેના સંકલ્પ લેવડાવી લોકોને નિયમિત રીતે યોગાસનો કરવા પ્રોત્સાહિત કર્યા હતાં.

આ કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી ધ્રુવ પટેલ તથા નાયબ મામલતદાર ભગુભાઈ પરમાર ઉપસ્થિત રહ્યાં હતાં. આ ઉપરાંત નર્મદા હાઈસ્કુલ, નિકોરા હાઈસ્કુલ અને મંગલેશ્વર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ યોગ નિદર્શનમાં જોડાયા હતા તથા વિવિધ સમાજના અગ્રણીઓ પણ આ કાર્યક્રમમાં જોડાયા હતાં.

Advertisement

Share

Related posts

ગાંધીનગર બાર એસોસિએશનમાં પ્રમુખ, ઉપપ્રમુખની ચૂંટણી યોજાશે.

ProudOfGujarat

વડોદરા : કરજણ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ઓક્સિજન પ્લાન્ટનું કરાયું લોકાર્પણ.

ProudOfGujarat

ભરૂચ શહેર ના અલગ અલગ વિસ્તારો માંથી મોટરસાયકલો ની ચોરી કરનાર ગઠિયા ને એ ડિવિઝન પોલીસે ગણતરી ના કલાકો માં ઝડપી પાડ્યો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!