ખેડૂતોની જીવાદોરી સમાન શ્રી ગણેશ ખાંડ ઉધોગ સહકારી મંડળી લિમિટેડ વટારીયાના પૂર્વ ચેરમેન અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી સંદિપ માંગરોલા આજરોજ કલેકટર તુષાર સુમેરાની રૂબરૂ મુલાકાત કરી ચૂંટાયેલું બોર્ડ પ્રસ્થાપિત કરવા માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવે એવી વિનંતી કરી હતી. તેઓએ જણાવ્યું છે કે તત્કાલીન સુગરના વ્યવસ્થાપક બોર્ડ દ્વારા ચૂંટણીઅંગેની દરખાસ્ત તારીખ ૨૩ સપ્ટેમ્બર ૨૦૨૧ ના રોજ જિલ્લા રજીસ્ટ્રાર ભરૂચ મારફત આપ ને નિર્દિષ્ટ મંડળી ના નિયમો મુજબપુનઃ મોકલી છે. આમ છતાં નવ મહિનાના સમય વીતી ગયા પછી પણ ચૂંટણી અંગેની પ્રક્રિયા કોઈપણ કારણ વગર વિલંબમાં મુકવામાં આવી રહી છે આશ્ચર્યની વાત તો એ છે કે આ દરખાસ્ત મોકલ્યા બાદ નવ મહિનામાં રજીસ્ટાર કે કલેક્ટર દ્વારા દરખાસ્ત સ્વીકારવાકે પરત કરવા અંગે કોઈ નિર્ણય કરવામાં આવેલ નથી. તેઓએ વધુમાં જણાવ્યું છે કે હાલમાં કસ્ટોડિયન તરીકે સુગર ફેક્ટરીનો વહીવટ જીલ્લા રજીસ્ટ્રારના હાથમાં માર્ચ મહિના પહેલાથી છે. છેલ્લા સિઝનના એપ્રિલ અને મે મહિનામાં જે રીતે તેઓ દ્વારા સુગર ફેક્ટરીનું સંચાલન કરવામાં આવ્યું છે તે જોતાં આ ફેક્ટરીનો વહીવટ આ જ પ્રમાણે ચાલશે તો ફેકટરીનું ભવિષ્ય જોખમમાં મુકાશે.
સહકારી ક્ષેત્રે કોઈપણ જાતના રાજકીય ભેદભાવ વગર સરકારે આ પ્રવૃત્તિને વેગ આપવાનું કામ કરવાને બદલે રાજકીય કિન્નાખોરી રાખી પોતાનો રોટલો શેકવા માટે સંસ્થા સાથે જોડાયેલા ૧૮૦૦૦ જેટલા ખેડૂત સભાસદોના હિતને નુકસાન પહોંચાડવાનું કામ કરેલું છે જે વખોડવાને પાત્ર ચૂંટણી અંગે કલેકટર દ્વારા સમય મર્યાદામાં કોઈ પગલાં ભરવામાં ન આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ તેઓ દ્વારા કલેકટરને જાણ કરવામાં આવી છે.