Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

ભરૂચ જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સ્ટેશન પાસે કોમી એખલાસ જાળવણી અને પ્રસાર માટે ઉપવાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો..

Share

આજ રોજ ભરૂચ રેલ્વે સ્ટેશન ખાતે આવેલ બાબા સાહેબ આંબેડકર સાહેબ ની પ્રતિમા પાસે ભરૂચ જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કોમી એખલાસ જાળવણી અને પ્રસાર માટે સમગ્ર દેશ માં કોંગી કાર્યકરો તેમજ દિલ્હી ખાતે રાહુલ ગાંધી ની અધ્યક્ષતામાં કાર્યકરો ઉપવાસ ઉપર ઉતર્યા હતા …ત્યારે ભરૂચ ખાતે પણ સવારે ૧૦ થી ૧૨ વાગ્યા સુધી જીલ્લા કોંગ્રેસ ના કાર્યકરોએ મોટી સંખ્યામાં ઉપસ્થીત રહી ઉપવાસ ઉપર બેસી દેશ માં દલિતો. લઘુમતીઓ સહીત ના સમાજ ઉપર થતા અત્યારચારનો વિરોધ વ્યક્ત કર્યો હતો.કોંગ્રેસ ના કાર્યકરો અને હોદેદારોએ વર્તમાન સરકાર ઉપર આક્ષેપો કરી દેશ ના અલગ અલગ સમાજો ઉપર થતા અત્યાચાર તેમજ કોમ કોમ અને જ્ઞાતી. જ્ઞાતી વચ્ચે ભય નો માહોલ ઉભો કરી રાજકારણ હાલ માં દેશ ની મોદી સરકાર ના કાર્ય માં ચાલી રહ્યું હોવાનું જણાવ્યું હતું.ઉપવાસ કાર્યક્રમ માં ભરૂચ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેદ્રસિંહ રાણા.પ્રવક્તા નાજુ ફળવાલા.યુવા પ્રમુખ શેર ખાન પઠાન. તાલુકા પ્રમુખ દિવાલર ઉપરાલી વાલા સહીત કોંગ્રેસ ના ચૂંટાયેલા વોર્ડ સભ્ય તેમજ સંગઠનના હોદેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થીત રહ્યા હતા ..અને કોમી એખલાસ ઉપવાસ કાર્યક્રમ યોજ્યો હતો.

Share

Related posts

પૂર્વ વડાપ્રધાન સ્વ.રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે ભરૂચ કોંગ્રેસ કાર્યાલય ખાતે પુષ્પાંજલિ અર્પણ કરાઈ..!

ProudOfGujarat

ભરૂચ : કોવિડ હોસ્પિટલમાં આગનાં બનાવની ગુજરાત હાઈકોર્ટે નોંધ લીધી.

ProudOfGujarat

સુરત શહેરમાં રાજકારણ ગરમાયું: મનપાની ચૂંટણીમાં 27 સીટો જીતનાર આમ આદમી પાર્ટી પાલિકાના ઇતિહાસમાં પહેલીવાર વિપક્ષમાં બેસી: અડાજણ વિસ્તારમાંથી ભાજપના 400 જેટલા સક્રિય કાર્યકરો આપમાં જોડાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!