Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : મુન્શી આઈ.ટી.આઈ.માં ઓવરસિસ કરિયર કાઉન્સેલિંગનો સેમિનાર યોજાયો.

Share

આજરોજ ભરૂચની મુન્શી આઈ.ટી.આઈ. માં એમ્પ્લોયમેન્ટ એકસેન્જ ભરૂચના સહયોગથી મુન્શી આઈ.ટી.આઈ. ના છેલ્લા વર્ષના તાલીમાર્થીઓ માટે ઓવરસિસ કરિયર કાઉન્સેલિંગનો સેમિનાર સંસ્થાના મુખ્ય હૉલમાં રાખવામા આવ્યો હતો. જેમાં ઓવરસિસ કરિયર કાઉન્સેલિંગ – વડોદરાથી મુખ્ય સ્પીકર તરીક જિગ્નેશભાઈ વાઘેલા (ઓવરસિસ કરિયર કાઉન્સેલિંગ-વડોદરા) તથા ડિંડોર હિતેશભાઇ ( ઓવરસિસ કરિયર કાઉન્સેલિંગ – પ્લેસમેન્ટ ઓફિસર ભરૂચ ) દ્વારા આઈ.ટી.આઈ. ના તાલીમાર્થીઓને દેશ તથા વિદેશમાં સારી નોકરી મેળવવા માટે જરૂરી માર્ગદર્શન આપેલ તથા વિદેશમાં વધુ અભ્યાસ માટે તથા રોજગાર માટે જરૂરી તૈયારી કરવા માટેનું માર્ગદર્શન આપેલ હતું.

આ પ્રોગ્રામમાં મુન્શી આઈ.ટી.આઈ. ક્ષિક્ષક સાલીક પટેલ દ્વારા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું તથા સરફરાજ પટેલ દ્વારા મહેમાનોનો આભાર માનવમાં આવ્યો હતો. આઈ.ટી.આઈ.ના આચાર્ય આરીફ પટેલ તથા આઈ.ટી.આઈ.ના સ્ટાફગણ તથા તાલીમાર્થીઓ હાજર રહ્યા હતા. પ્રોગ્રામનું સફળ સંચાલન યુસુફભાઈ મતાદાર દ્વારા કરવામાં આવ્યું હતું.

Advertisement

Share

Related posts

નડિયાદ જવાહરનગર વિસ્તારમાં મકાનની બારીના કાચ તોડી ૧૩.૪૦ લાખના મત્તાની ચોરી કરી તસ્કરો ફરાર

ProudOfGujarat

નર્મદા નદીના કિનારે ધરતી પુત્રો ખેડૂતો બેહાલ.જમીનમાં પાણી આપતા મીઠું છાંટ્યો હોવાનો એહસાસ.જાણો સળગતી સમસ્યા…

ProudOfGujarat

સાબરકાઠાં જિલ્લામાં ચાઈનીઝ તુક્કલ દોરી,ચાઈનીઝ લોન્ચર અને ચાઇનીઝ લેન્ટર્સના ઉપયોગ ઉપર પ્રતિબંધ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!