Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : નૂપુર શર્મા અને નવીન જિંદલ સામે કાર્યવાહીની માંગ સાથે કલેકટરને આવેદનપત્ર પાઠવાયું.

Share

ભાજપના પૂર્વ પ્રવકતા નુપુર શર્મા દ્વારા તાજેતરમાં મુસ્લિમ સમાજના પયગંબર હજરત મહંમદ મુસતુફા સાહેબની વિરુદ્ધમાં નિવેદન આપતા આજે ભરૂચ જિલ્લા કોંગ્રેસ લધુમતી ડિપાર્ટમેન્ટ દ્વારા કલેકટર સમક્ષ લેખિત આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

આ લેખિત આવેદનપત્રમાં જણાવ્યું છે કે , તાજેતરમાં ભાજપના પૂર્વ રાષ્ટ્રીય પ્રવક્તા નુપુર શર્મા દ્વારા ટીવી ચેનલના માધ્યમથી મુસ્લિમ સમાજ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરવામાં આવેલ હોય જેથી મુસ્લિમ સમાજની લાગણી દુભાઇ છે. સમગ્ર દેશમાં મુસ્લિમ સમાજ દ્વારા આનો વિરોધ થઈ રહ્યો છે પરંતુ સરકાર દવરા કોઈ કાયદાકીય પગલાં લ્રેવામાં આવતા નથી તેમજ પોલીસ તેઓની ધરપકડ કરવાની જગ્યાએ સુરક્ષા આપી રહી હોય તેમ લાગી રહ્યું છે. ભારત એ એકતા અને અખંડિતતાના પ્રતિક છે ત્યારે આ ટીકા-ટિપ્પણીથી ભારતની એકતા અને અખંડિતતાનું ખંડન થતું હોય તેવું લાગે છે આથી આજે ભરૂચ જિલ્લા કોંગ્રેસ લધુમતી ડિપાર્ટમેન્ટ દ્વારા કલેકટર સમક્ષ લેખિત રજૂઆત કરી દેશમાં એકતા અને અખંડિતતા જળવાઈ રહે કોઈ પણ પ્રકારની ધર્મની લાગણી ન દુભાય તેવી માંગ કરવામાં આવેલ છે.

Advertisement

Share

Related posts

જામનગર : માર્કેટયાર્ડ – હાપા શાકભાજી વેપારી એસોસિએશન દ્વારા ચેરમેન તથા વાઇસ ચેરમેનનું બહુમાન કરાયું

ProudOfGujarat

ભરૂચ જિલ્લા પોલીસને સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા સિનિયર સીટીઝનો માટે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું

ProudOfGujarat

વડોદરાના પાદરા હાઈવે પાસે BMW ગાડીમાં આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!