આવેદન પત્રમાં જણાવ્યા મુજબ વર્તમાન સમયમાં કિસાનોને વિજ પુરવઠો હોર્સ પાવર આધારીત અને મીટર આધારીત આપવામાં આવે છે. જેમાં બંન્નેના વિજદરમાં તફાવત છે. જેથી વિજ મીટર આધારીત ખેડૂતોને નુક્શાની જાય છે. જેથી મીટર આધારીત ખેડૂતોને પણ હોર્સ પાવર આધારીત ભાવથી વિજ પુરવઠો આપી સમાનતા લાવવા અને સ્થાનીક પણ (૧) મીટર આધારીત વિજદર અને હોર્સ પાવર આધારીત વિજદરમાં સમાનતા લાવવા બાબત, (૨) સિંચાઇ માટે પાણીની તાત્કાલિક વ્યવસ્થા કરવા બાબત, (૩) મોટી સિંચાઇ યોજનાનું કામ જલ્દીથી પૂર્ણ કરવા બાબત. મુજબના પ્રશ્નો સરકાર સમક્ષ રજુ કરવા આવેદન ભારતીય કિસાન સંઘ દ્વારા આપવામાં આવ્યું. આવેદન રૂપી અવાજને તત્કાલ મુખ્ય મંત્રી સુધી પહોંચાડવા માગ કરાઈ.
આ પ્રસંગે ભારતીય કિસાન સંઘ યુવા પ્રમુખ સ્નેહલકુમાર પટેલ,સહકારી આગેવાન, કિશોરસિંહ વાંસદીયા, રણજીતસિંહ ઘડિયા, જયપ્રકાશ પટેલ સહિત તાલુકાના આગેવાન જોડાયા હતા.