Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઇડી દ્વારા કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીની પૂછપરછ મામલે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ધરણાં પ્રદર્શન.

Share

છેલ્લા કેટલાક દિવસોથી નેશનલ હેરાલ્ડ કેસ મામલે ઇડી દ્વારા કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીની પૂછપરછ કરવામાં આવી રહી છે, સતત ત્રણ દિવસથી પુછપરછ મામલે દેશભરમાં ઇડી અને કેન્દ્ર સરકાર સામે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે, ગુજરાતમાં પણ વિવિધ જિલ્લા મથકે કોંગ્રેસ દ્વારા કેન્દ્ર સરકાર અને ઇડી સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે, ત્યારે આજે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે ભરૂચ શહેરના સ્ટેશન સર્કલ વિસ્તારમાં ધરણાં પ્રદર્શન કરવામાં આવ્યા હતા, કોંગ્રેસ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યું હતું કે કેન્દ્ર સરકારની રાજકીય કિન્નખોરીને લઈ ઇડી વિભાગ કામ કરી રહ્યું છે અને રાહુલ ગાંધીની સતત પૂછપરછ કરવામાં આવી રહી છે, કોંગ્રેસના ધરણામાં આગેવાનો અને કાર્યકરોએ વર્તમાન મોદી સરકાર સામે ભારે સુત્રોચ્ચાર કર્યા હતા, સ્ટેશન સર્કલ ખાતે વિરોધ કરી રહેલા કોંગી હોદ્દેદારો અને પોલીસ વચ્ચે એક સમયે ઘર્ષણ સર્જાયું હતું, જોકે બાદમાં પોલીસે ૨૦ થી વધુ હોદ્દેદારો અને કાર્યકરીની અટકાયત કરી ધરણાં પરથી તેઓને ઉઠાવી દીધા હતા.

ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા યોજાયેલ ધરણાં પ્રદર્શનના કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ પરિમલ સિંહ રણા, શહેર કોંગ્રેસ પ્રમુખ તેજપ્રિત શોખી,યુવા કોંગ્રેસ પ્રમુખ શકીલ અકુજી, કોંગ્રેસ અગ્રણી સંદીપ માંગરોલા, દિનેશભાઇ અડવાણી તેમજ નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો સહિત કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા.

હારુન પટેલ : ભરૂચ

Advertisement

Share

Related posts

રાજપીપળા : પ્રતાપનગર ગામના નવયુવાન પ્રગતિશિલ ખેડૂતને અમીત ઉદ્યાન રત્ન એવોર્ડ 2023 થી સન્માનિત કરાયા.

ProudOfGujarat

ભરૂચ : બંબુસર ગામ નજીક અલ્ટો કાર અને આઇસર ટેમ્પા વચ્ચે અકસ્માત સર્જાતા 7 લોકોને ઇજા.

ProudOfGujarat

ભરૂચમાં આજરોજ બપોર બાદ CAA ના સમર્થનમાં જિલ્લા યુવા ભાજપા દ્વારા તિરંગા બાઈક રેલીનું આયોજન હાથ ધરાયું હતું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!