અપક્ષ નગર સેવક ભાજપ માં જોડાતા કામ ન થતા હોવાના રહીશો ના આક્ષેપ…હરિજન વાસ માં પાણી સપ્લાય ની લાઈન માં રહીશો અને નગર સેવકો આમને સામને આવી ગયા હતા.ભરૂચ શહેરના વિકાસ માટે ભરૂચ નગર પાલીકા સ્વચ્છતા પાછળ કરોડો ના આંધણ કરી છે ત્યારે વોર્ડ નંબર ૮ માં રહીશો એ ઉભરાતી ગટર.ઉભરાતી કચરા પેટીઓ અને પીવાના પાણી મુદ્દે આજે સવારે સ્થાનિક નગર સેવકોનો ઘેરાવો કરતા એક સમયે વાતાવરણ ગરમાયુ હતું.બનાવની મળતી માહિતી અનુસાર ભરૂચ નગર પાલિકાના વોર્ડ નંબર ૮ માં હરિજન વાસ વિસ્તાર માં રહીશો સાથે સ્થાનિક મહિલા નગર સેવિકા ઓરમાયું વર્તન કરતી હોવાના આક્ષેપો સાથે સ્થાનિક રહીશો એ પીવાના પાણી ની બે લાઈન મહિલા નગર સેવિકા ના વિસ્તાર માં ત્યારે હરિજન વાસ વિસ્તાર માં એકજ લાઈન નાખવા અને તેમાંય વાલ મુકવા બાબતે સ્થાનિક રહીશો એ મહિલા નગર સેવિકા નો હુર્યો બોલાવ્યા હતો.જોકે રહીશોના મીડિયા સમક્ષ કરેલા આક્ષેપ માં તેઓએ જણાવ્યું હતુંકે અમારા નગર સેવક મનહર પરમાર ભાજપ માં જોડાયા પછી પણ અમારો વોર્ડ અને વિસ્તાર વિકાસ થી વંચિત છે અને અમારા વિસ્તાર માં ઉભરાતી ગટરો અને ઉભરાતી કચરાપેટીઓ અને મળમૂત્ર ની ખુલ્લી ગટરો થી રોગચારો ફાટી નીકળ્યો છે..જેને લઇ ને અમારી રજૂઆત નગર સેવકો ધ્યાન ઉપર ન લેતા નગર સેવકોની નગર પાલિકા માં પીપોંડી ન વાગતી હોવાથી આખરે મીડિયા નો સહારો લેવાની ફરજ પડી હતી.તો બીજી તરફ સ્થાનિક નગર સેવક મનહર પરમાર પણ પોતાની તગડી ઉભી રાખવા માટે મીડિયાના કેમેરા માં કેદ થયેલા ઉભરાતી ગટરો ના સામ્રાજ્ય ના મુદ્દે નગર પાલિકા અધિકારીઓ સામે રોષ વ્યક્ત કર્યો હતો ……………….