Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતમાં સસ્તી વિજળી કરવા કલેકટરને આવેદનપત્ર પાઠવાયું.

Share

ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી સમક્ષ ગુજરાતમાં વીજળી ઉત્પન્ન કરતાં ખાનગી વીજ ઉત્પાદકો અને બંધ કરી રાજ્ય સરકાર દ્વારા વીજ ઉત્પાદન મથક સ્થાપવાની પ્રમુખ સહિતના આમ આદમી પાર્ટીના સભ્યો દ્વારા લેખિત રજૂઆત કરી છે.

ગુજરાત રાજ્ય આમ આદમી પાર્ટી દ્વારા સામાન્ય જનતા અને ખેડૂતોને વિજળી બિલ માં રાહત આપે, વિજળી યુનિટના દરમાં ઘટાડો કરે તેવી માંગ સાથે સમગ્ર ગુજરાતમાં જિલ્લા કક્ષાએથી જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી સરકાર પાસે માંગ કરવામાં આવી છે. જે અંતર્ગત આજરોજ ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.

ભરૂચ એડવોકેટ ઉર્મિબેન પટેલ એ આજરોજ પ્રેસ કોન્ફરન્સ દ્વારા જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં અન્ય રાજ્યો કરતાં ગુજરાતમાં વિજળીનો યુનિટ દર સૌથી ઉંચો છે. લોકો ભાજપ સરકારની અયોગ્ય નિતીનો ભોગ બની રહ્યા છે અને મોંઘી વિજળી દર ચૂકવી રહ્યા છે. સરકાર તમામ ક્ષેત્રોને ખાનગી કરણ કરી છે. વિજળી ઉત્પાદન કરતા સરકારી સાહસો યુનિટો બંધ કરી ખાનગી એકમો ઉભા કર્યા છે તેથી સરકાર ખાનગી એકમોના દબાણમાં છે. વર્ષ ૨૦૦૭ માં ૨૫ વર્ષ માટે ખાનગી એકમો સાથેના કરાર આધારિત નક્કી કરેલા વિજળી યુનિટ દરને બાજુ ઉપર રાખી ખાનગી એકમોના દબાણમાં આવી સમાયાન્તરે વિજ દરમાં વધારો કરી રહી છે જે સામાન્ય જનતાને ભોગવવાનો વારો આવ્યો છે ત્યારે ગુજરાત આમ આદમી પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતમાં વિજળી દર સસ્તો કરવાની માંગ સાથે આજ રોજ જિલ્લા કલેકટર સાહેબને આવેદનપત્ર આપી સરકાર પાસે માંગ કરવામાં આવી છે. જો સરકાર દ્વારા વિજળી દર સસ્તો કરવામાં નહીં આવે તો સમગ્ર જિલ્લામાં દરેક તાલુકામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા ગામે ગામ પદયાત્રા કરવામાં આવશે અને લોકોને જાગૃત કરવામાં આવશે કે આપણા રાજ્યમાં સૌથી મોંઘી વિજળી આ સરકાર આપણને આપી રહી છે.

Advertisement

Share

Related posts

ખુશીનું વાતાવરણ માતમમાં ફેલાયું : રાજકોટ – ભાવનગર હાઈવે વચ્ચે અકસ્માત સર્જાયો : ૩૦ નાં મોત

ProudOfGujarat

ભરૂચના વાલિયા તાલુકાના મેરા ગામની સીમમાં શેરડીના ખેતરમાં વિદેશી દારૂ છુપાવી હેરાફેરી કરતી બુટલેગરો પર વાલિયા પોલીસે રેડ કરતાં બુટલેગરો ફરાર થઈ ગયા હતા.

ProudOfGujarat

ભરૂચમાં સ્વૈચ્છિક લોકડાઉનને મળેલ મિશ્ર પ્રતિસાદ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!