ભરૂચની રૂંગટા વિદ્યાલયમાં વર્ષ 2022 માં એસ.એસ.સી બોર્ડમાં પાસ થનાર વિદ્યાર્થીઓને એડમિશન ફોર્મ ના મળતા વાલી મંડળ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારી સમક્ષ લેખિત પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવેલ છે.
આ લેખિત રજૂઆતમાં જણાવ્યા અનુસાર વર્ષ 2022 માં બોર્ડમાં પાસ થયેલ વિદ્યાર્થીઓને અભ્યાસ માટે આગળ ધોરણ 11 માં હજુ સુધી રૂંગટા વિદ્યાલયમાં હજુ સુધી પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવેલ નથી આથી વિદ્યાર્થીઓના ભવિષ્યની ચિંતા કરી ધોરણ 11 માં પ્રવેશની યાદી બહાર પાડવામાં આવે તેવી વાલી મંડળ દ્વારા શિક્ષણ અધિકારી સમક્ષ લેખિત રજૂઆત કરાઈ છે. અત્રે નોંધનીય છે કે રૂંગટા વિદ્યાલય ભરૂચમાં સરકારી ગ્રાન્ટેડ શાળા હોય તેમાં વિદ્યાર્થીઓ 1 થી 12 સુધીનો અભ્યાસ કરી શકે છે. આ વર્ષે ધોરણ ૧૦ પાસ થયેલા વિદ્યાર્થીઓને ધોરણ 11 ની પ્રવેશ પ્રક્રિયા હજુ સુધી શરૂ ન થતા વાલીમંડળ ચિંતા વ્યક્ત કરી છે. ઉપરાંત જણાવ્યું છે કે ભરૂચના મધ્યમ વર્ગીય પરિવારો માટે આ શાળા આશીર્વાદ સમાન બની છે પરંતુ તાજેતરમાં ધોરણ 11 ના પ્રવેશ વખતે શાળાકીય સ્ટાફ દ્વારા વાલીઓને સંતોષકારક જવાબ પણ આપવામાં આવ્યા નથી જેના કારણે વાલીમંડળ એ શિક્ષણ અધિકારી સમક્ષ લેખિત પત્ર પાઠવી પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવે તેમજ શાળા સ્ટાફ દ્વારા સુચારુ વાણીવિલાસ કરવામાં આવે અને ધોરણ 11 માં વિદ્યાર્થીઓને પ્રવેશ અપાય તેવી માંગ કરી છે.