ભરૂચ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી રિક્ષામાં મુસાફર તરીકે મહિલાઓને બેસાડી સોના ચાંદીના દાગીના પડાવી લેતી ટોળકી સક્રિય થઇ હતી, જે બાદ પોલીસ વિભાગ પણ એક્શનમાં જોવા મળ્યું હતું.
ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે મામલે ટેક્નિકલ સર્વેલન્સની મદદથી આ ટોળકીને આખરે ઝડપી પાડી જેલના સળિયા ગણતા કરી છે, ભરૂચ એ ડીવીઝન પોલીસે સમગ્ર મામલે એક મહિલા તથા રીક્ષા ચાલક અને એક સોની મળી કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે, પોલીસે મામલે (૧) મોહમ્મદ અસ્પાક મોહમ્મદ અબ્બાસ શેખ રહે-આલીડિગી વાડ ભરૂચ (૨) શાહીન યાસીન અબ્દુલ શેખ રહે-આલિડીગી વાડ ભરૂચ તેમજ (૩) ભરતભાઇ બાબુભાઇ સોની રહે-વલ્લભ નગર સો,તરસાળી કોસંબા નાઓની ધરપકડ કરી છે, મામલે પોલીસે તમામ આરોપીઓ પાસેથી રોકડ રકમ સહિત સોના ચાંદીના ઘરેણાં મળી કુલ ૪,૫૯,૬૮૦ નો મુદ્દામાલ કબ્જે કરી તમામ સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
હારુન પટેલ : ભરૂચ