વાગરા તાલુકા ના જાગેશ્વર ગામ ના લેન્ડ લૂઝર આઢેરએ દહેજ ની રિલાયન્સ કંપની માં નોકરી બાબતે ન્યાય નહીં મળતા આગામી ૨૫ એપ્રીલ થી કંપની ના ગેટ પર પરીવાર સાથે બે દિવસઃ ઉપવાસ આંદોલન પર ઉતરી ત્રીજા દિવસે આત્મ વિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી છે.વાગરા ના જાગેશ્વર ગામે રહેતા ૮૮ વર્ષીય ડાભાઈ ધનાભાઈ પટેલે ગત ૨૬ ફેબ્રુઆરી ના રોજ રિલાયન્સ કંપની માં લેન્ડ લૂઝર ને નોકરી મેળવવા માટે પરતી તકલીફ સંદર્ભે આવેદન પત્ર પાઠવ્યું હતું ….કંપની કે વહીવટી તંત્ર તરફ થી કોઈ ન્યાય નહીં મળતા આજે સોમવારે ફરી થી જીલ્લા કલેક્ટર ને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી હતી…જેમાં જણાવ્યું હતું કે અગાઉ કલેકટર તેમજ ધારાસભ્ય ને રજૂઆત કરી હતી જે સંદર્ભે ધારાસભ્ય દરમિયાન ગીરી કરી વૃદ્ધ ને આંદોલન તેમજ આત્મ વિલોપન ન કરવા અટકાવ્યા હતા . જોકે આજ દિન સુધી તેઓ ને ન્યાય મળ્યો ન હોય ફરી થી આવેદન પત્ર આપવાની ફરજ પડી છે જો ૨૫ એપ્રીલ સુધી માં ન્યાય નહીં મળે તો સવારે ૧૧ કલાક થી પરીવાર અને ટેકેદારો સાથે દહેજ સ્થિત રિલાયન્સ કંપની ના ગેટ પર બે દિવસઃ ઉપવાસ આંદોલન પર બેસીસુ જે બાદ પણ પરિણામ નહીં આવે તો ત્રીજા દિવસે આત્મ વિલોપન કરી શું જેમાવૃદ્ધ ને કઈં પણ થશે તો તેનું સંપૂણ જવાબદારી વહીવટી તંત્ર અને કંપની ના એચ આર વિભાગ ની રહશે તેવી કેફિયત વ્યક્ત કરાઈ હતી…………