ભરુચ જિલ્લાનું ઐતિહાસિક અને આહીર સમાજની કુળદેવી, જુનાગઢના રા”નવઘણ કે જેને આહિર સમાજના પરાક્રમી શ્રેષ્ઠી વિર દેવાયતે પોતાના સુપુત્ર ઉગાનુ બલિદાન આપી જીવનદાન આપ્યું હતું, જેવોએ રા”નવઘણને જુનાગઢથી સલામત રીતે ખસેડી ભરુચમાં આહીર સમાજને આસરે મુકી તેના બાલ્યકાળ તથા યુવાકાળમાં એક રાજકુવણને છાજે તેવી સર્વાંગી પ્રતિક્ષણ આપી જુનાગઢના રાજવિર તરીકે કરી, ભરુચના મહારાજા ડોડિયાની રાજકુંવરી સાથે લગ્ન કરાવરાવી, ભરુચથી જ આહીર વિરસેના તૈયાર કરાવી મુળ પાટણના અને જુનાગઢને જેણે જીતી લીધું હતું તેવા સોલંકીવંશના રાજા સાથે યુધ્ધ કરી તેમને પરાજિત કરાવી તેમની પાસેથી રાજ પાછું અપાવવાની મહાન ભુમિકા બજાવી હતી.
આવા આહીર સમાજના ઐતિહાસિક સ્થાનમાં વરુડી ખોડીયારમાંના ટાવર પાસેના મંદિરે તા- ૧૯-૦૬-૨૦૨૨ને રવિવાર ( જેઠ વદ છઠ્ઠ)ના રોજ સાંજે ૪ઃ૦૦ કલાકથી કથા- હવન- મહાપ્રસાદી( ભોજન)-જાગરણ(ડાંગર)(લીલુડી માંડવો) ભરુચ જિલ્લા સમસ્ત આહીર સમાજ દ્વારા આયોજીત કરવામાં આવ્યો છે, જેમા સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વસતા આહીર સમાજના ભાઇઓ- બહેનો- વડીલો- યુવાનોને હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવે છે, આપ આ ક્ષણે સૌ પૂર્ણ આસ્થા અને શ્રદ્ધાથી આ આહિર સમાજના ઐતિહાસિકમાં ખોડીયારનાં મંદિરમાં પધારી દર્શનનો લાભ મેળવો તેવી અપેક્ષા છે.
ભરૂચ જિલ્લા સમસ્ત આહીર સમાજ દ્વારા ખોડીયાર માતાજીના મંદિરે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું.
Advertisement