Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભાજપાનાં રાષ્ટ્રીય પ્રવકતા નુપુર શર્માના નિવેદનને વખોડી કાઢતો ભરૂચ મુસ્લિમ સમાજ.

Share

ભાજપાના રાષ્ટ્રીય પ્રવકતા નુપુર શર્મા દ્વારા તાજેતરમાં ઇસ્લામ ધર્મના મહાન પયગંબર હજરત મુહમ્મદની શાનમાં કરવામાં આવેલ અભદ્ર ટિપ્પણી બાબતે ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજ દ્વારા વડાપ્રધાનને સંબોધીને જીલ્લા કલેકટર સમક્ષ એક લેખિત આવેદનપત્ર પાઠવવામા આવ્યું હતું.

આ લેખિત આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર ઇસ્લામ ધર્મના મહાન પયગંબર હજરત મુહમ્મદની શાનમાં તથા ઇસ્લામ ધર્મના મા આયશા રદી અલ્લાહની શાનમાં બીજેપીના રાષ્ટ્રીય પ્રવકતા દ્વારા ટીવી ડીબેટમાં અભદ્ર ટિપ્પણી બેફામ વાણી-વિલાસ આચરી અમારા મુસ્લિમ ધર્મની આસ્થાને ઠેસ પહોંચાડેલ છે. તો તેઓ દ્વારા સમગ્ર ભારતમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આથી અમો સમસ્ત મુસ્લિમ સમાજ ભરૂચ દ્વારા આપ સમક્ષ રજૂઆત છે કે તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તથા તેમના પદથી દૂર કરવામાં આવે તેવી આમારી માંગ છે.

Advertisement

Share

Related posts

ટંકારિયા ગામમાં આંકડા લખતા એક ઇસમની ધરપકડ કરતી પોલીસ…

ProudOfGujarat

ગોધરા : જીલ્લા એસ.પી. લીના પાટીલે મેડીકલ સ્ટોર્સમાં ચેકીંગ કરતાં 3 સ્ટોર્સ ધારકને કારણ દર્શક નોટીસ આપવામાં આવી.

ProudOfGujarat

ભરૂચના કંબોલી ગામથી આમોદ તાલુકાના કોઠી – વાતરસા ગામને જોડતા બિસ્માર માર્ગનું સમારકામ કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!