ભરૂચના ડભોઇવાડ વિસ્તારમાં આવેલ પ્રગટેશ્વર મહાદેવ મંદિરનો આજે જેઠ વદ ૧૦ ને ( નિજલા એકાદશી ) ભીમ અગિયારસના દિવસે મંદિરનું ભૂમિપૂજન કરાયું.
અખિલ ભારતીય સંત સમિતિ દ્વારા પ્રેરીત હિંદુ ધર્મ સેનાના કાર્યકર્તાઓ દ્વારા ભરૂચ શહેરમાં આવેલા કોળીવાડ ફાટાતલાવ ડભોઈવાડ વિસ્તારમાં લગભગ ૯૦ વર્ષ જુનુ મંદિરનું આજે સંતો મહંતોના વરદ હસ્તે મંદિરનું ભૂમિપૂજન કરાયું.
ભરૂચ જિલ્લા હિંદુ ધર્મ સેના દ્વારા ભરૂચ શહેરમાં આવેલ કોળીવાડ ફાટાતલાવ ડભોઈવાડ વિસ્તારમાં વર્ષોથી ખંડિત હાલતમાં શિવજી મંદિર હોય છે મંદિરની પૂજા પાઠ થતી ન હતી જે મંદિરના નિર્માણ માટેની જવાબદારી હિન્દુ ધર્મ સેના ભરૂચ જિલ્લા દ્વારા લેવામાં આવી હતી. આ શિવજી મંદિરનું પ્રગટેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે જે મંદિર પ્રગટેશ્વર મહાદેવ મંદિરના આ ભૂમિ પૂજન સંવત ૨૦૭૮ ના જેઠ સુદ ૧૦(નિર્જલા એકાદશી ) ભીમ અગિયારસ તા ૧૦/૬/૨૦૨૨ સવારે ૮ થી ૧૦ કલાકે પ્રગટેશ્વર મહાદેવ મંદિરના નિર્માણનુ ભૂમિપૂજન કરવામાં આવેલ જેમાં ભરૂચ જિલ્લા હિંદુ ધર્મ સેના હોદ્દેદારો કાર્યકર્તાઓ સંતો મહંતો વડીલો આગેવાનો દ્વારા મંદિરનું ભુમિપુજન કરવામાં આવ્યુ હતું.
આ ભૂમિ પ્રસંગના પ્રસંગે ઇન્દ્રસિંહ રણજીત સિંહ પરમાર તવરા દ્વારા આ મંદિરના નિર્માણ માટે એક લાખ ૧૧ હજાર રૂપિયા દાન પેટે આજે મંદિરને ભેટ કર્યા હતા. આ પ્રસંગે ભરૂચ સનાતન ધર્મના ગાદીપતી સોમદાસ બાપુ, માધવ પ્રિય સ્વામી પાનોલી, ઇન્દ્રસિંહ પરમાર તવરા, ઝીણાભાઈ ભરવાડ ચાવજ, કાઠી બાપુ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.