Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ તાલુકાના શુકલતીર્થ મુકામે સ્વ. માન સદગુરૂની જન્મ જયંતિ ભક્તિભાવથી ઉજવાઇ.

Share

ભરૂચ તાલુકાના શુકલતીર્થ મુકામે આવેલ સ્વ. માન સદગુરુ (શ્રી મહાકાળી મંદિર, ઓસારાના સ્થાપક) ની જન્મ જયંતિ ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં ગતરોજ વહેલી સવારથી જ ભાવિક ભક્તો શુકલતીર્થના શાંતિ સમીર ખાતે આવી પહોંચ્યા હતા.

મહાકાળી માતાની ભક્તિમાં પોતાનું જીવન નિર્વાહ કરનાર એવા સ્વ. માન સદગુરુની જન્મજયંતી દરવર્ષે ભક્તો દ્વારા ધામધૂમથી ઉજવાઇ છે. બે વર્ષના કોરોનાકાળની વિદાય બાદ ગતરોજ ભક્તો દ્વારા શ્રી મહાકાળી બાવનીની સ્તુતિ કરી ગરબા રમી માન ભક્તિમાં તળબદોળ થયા હતા. સાથે જ રિટાયર્ડ પ્રોફેસર અને દક્ષીણ ભારતના પોન્ડીચેરીમાં આવેલ મહર્ષિ અરવિંદના ઉપાસક અશ્વિન કાપડિયા પણ આ પ્રસંગે પોતાનું ભક્તિસભર વક્તવ્ય રજૂ કર્યું હતું અને માન સદગુરુ સાથે વિતાવેલ ક્ષણોને યાદ કરી ઉપસ્થિત ભક્તોને પોતાના અનુભવ જણાવ્યા હતા. દુનિયામાં ફેલાયલ અરાજકતા એકબીજા પ્રત્યે થતાં દુર્વ્યવહારને શાંતિમાં પરિવર્તિત કરી દુનિયાભરમાં માનવતાભર્યું વાતાવરણ ઉભું થાય તે માટે ભક્તોએ ઉપાસના કરી હતી.

Advertisement

Share

Related posts

રાજપીપળાનાં વ્યાજખોરોનાં ત્રાસથી પરિણીત યુવાને ઝેર પીતા મોતની ઘટનામાં ચાર વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ.

ProudOfGujarat

અમદાવાદ-ST નિગમને રૂ.15 લાખનું નુકસાન થતાં ફરિયાદ-નરોડા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ

ProudOfGujarat

ભરૂચના ન્યાયાલય ખાતે બાર એસોસિયેશનના વકીલો સાથે મતદાન જાગૃતિ કાર્યક્રમ તથા ‘EVM-VVPAT નું નિદર્શન યોજાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!