આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ, દ્વારા ભરૂચ જિલ્લામાં મેગા મ્યુઝિકલ ડ્રામા ‘વીરાંજલિ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમ અંગે જિલ્લા કલેકટર તુષાર સુમેરાએ માધ્યમો સાથેના સંવાદમાં જણાવ્યું હતું કે, વતન માટે પોતાના પ્રાણોની આહુતિ આપનાર વીરોના બલિદાનને લોકો સુધી પોહોચતો કરવાના આશયથી આ ‘વીરાજલિ’ મલ્ટી મીડિયા શોનું આયોજન કરવામાં આવ્યું છે. પોતાના જાનની પરવા કર્યા વગર દેશને આઝાદી પાછળ બલિદાન આપી દેનારા શહિદ ભગતસિંહ, સુખદેવ, રાજગુરુને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા તારીખ ૧૧ જૂનના રોજ ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે રાત્રિના ૮ થી ૧૧ વાગ્યા સુધી વીરાંજલી સમિતિ પ્રેરિત “વીરાંજલી” કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું છે.
‘વીરાંજલિ” ડ્રામાને દિગ્દર્શક વિરલ રાચ્છે કાર્યક્રમની રૂપરેખા આપતા કહ્યું કે દેશભક્તિના ગીતો સાથે રજુ થનાર ગુજરાતનો સૌથી મોટો મલ્ટી મીડિયા શો બનાવાનો છે. ‘વીરાંજલિ’ રાષ્ટ્રભાવનાને ઉજાગર કરવાના ઉમદા હેતુથી યુવાનો માટે સવિશેષ રૂપે તૈયાર કરેલ ડ્રામા છે.
અત્રે જણાવવાનું કે આ કાર્યક્રમના પાસ નિ:શુલ્ક છે.જે દર્શાવેલ વિગતે પાસ મેળવવાની રહેશે.(૧) બ્રેક લાઈનર-ચોકડી ,(૨) I kim ફૂડ કોર્ટ શક્તિનાથ,(૩) કિરણ ઓટો મોબોઈલ,કોલેજ રોડ,(૪)જવાલેશ્વર મંદિર, જ્યોતીનગર, (૫) સાંઈ મંદીર, ઝાડેશ્વર, (૬)ખારવા પંચની વાડી,વેજલપુર ભરુચ(૭) જોગર્સ પાર્ક, અંકલેશ્વર GIDC વગેરે સ્થળે પાસ નિ:શુલ્ક મેળવવાના રહેશે.
આ કોન્ફરન્સમાં ધારાસભ્ય અરૂણસિંહ રણા મારૂતિસિંહ અટોદરીયા, સહીતના પદાધીકારી તથા અધિકારીઓ તથા પ્રીન્ટ તથા ઈલેકટ્રોનીક મીડિયાના મીડિયાકર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.