આજના ટેક્નોલોજીના યુગમાં સ્માર્ટફોન એ જીવનનો અનિવાર્ય હિસ્સો બની ગયો છે. આજે મોટા ભાગના દરેક કામો માત્ર આંગળીના ટેરવે સ્માર્ટફોનથી થાય છે. જો કે ક્યારેક સ્માર્ટફોન ગુમ થઇ જવાના અથવા ચોરી થઇ જવાના અનેક કિસ્સાઓ બનતા હોય છે જેને કારણે સ્માર્ટફોન યૂઝર્સને નુકસાન સહન કરવાનો વારો આવે છે. જો તમારો પણ સ્માર્ટફોન ગુમ અથવા ચોરી થઇ ગયો હોય તો અમે દર્શાવેલી આ ટ્રિક્સથી તમારા ખોવાયેલા અથવા ચોરી થયેલા સ્માર્ટફોન અંગે જાણકારી મેળવી શકશો.
ફોન ચોરી કે ગુમ થવાની સ્થિતિમાં સૌથી પહેલા કોઇ અન્ય ડિવાઇસ પર ગૂગલ પ્લે સ્ટોર પર જઇને ફાઇન્ડ માઇ ડિવાઇઝ એપ ડાઉનલોડ કરો. આ બાદ તમારે એપમાં લોગ ઇન કરીને તમારું જીમેલ આઇડીથી લોગ ઇન કરવાનું રહેશે, તે જીમેલ આઇડી તમારા ચોરી કે ગુમ થયેલા ફોનનું હોવું અનિવાર્ય છે. જો તમારા ખોવાયેલા ફોનમાં જીપીએસ ઓન હશે તો તમે સરળતાપૂર્વક તમારા સ્માર્ટફોનને ટ્રેક કરી શકશો.
જો તમારો ફોન ચોરી થયેલો છે અને ચોરે તેમાં કોઇ છેડછાડ કરી છે તો તેને ટ્રેક કરવું વધારે પડકારજનક છે, આ સ્થિતિમાં તમારે તરત જ નજીકના પોલીસ સ્ટેશન પર જઇને સ્માર્ટફોન ગુમ થયા હોવાની ફરિયાદ દાખલ કરવી પડશે. તે ઉપરાંત તમારે સિમ કાર્ડનો દૂરુપયોગ ટાળવા માટે તેને બ્લોક કરાવવાનું રહેશે. સ્માર્ટફોનને ટ્રેક કરવાની આ રીત માત્ર એન્ડ્રોઇડ સ્માર્ટફોન્સ માટે જ છે. આ રીતે અહીંયા આપેલી ટિપ્સથી તમને તમારો ખોવાયેલો સ્માર્ટફોન પાછો મળવાની શક્યતા વધી જશે.