ભરૂચમાં ધોળીકુઇમાં આવેલ ફીશ માર્કેટની કોંગી આગેવાનોએ મુલાકાત લીધા બાદ તાત્કાલિક ધોરણે મહિલા વેપારીઓને ફિશ માર્કેટની જગ્યા ફાળવવામાં આવી હતી.
ઘણા લાંબા સમયથી ધોળીકુઇની ફિશ માર્કેટના વેપારીઓ તકલીફ ભોગવી રહ્યા હતા આથી વિપક્ષ દ્વારા મુલાકાત લેતા તેમની તકલીફનું તાત્કાલિક નિવારણ કરવા નગરપાલિકા સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. ધોળીકુઇની ફીશ માર્કેટ વર્ષ 2019 માં બનાવવામાં આવી હતી જેમાં રૂપિયા 45 લાખનો ખર્ચ કરવામાં આવ્યો હતો.પરંતુ આ માર્કેટને ખુલ્લી મુકવામાં આવેલી નહોતી અને ૩૦ થી વધુ બહેનો મચ્છીનો વ્યાપાર કરતા હોય છેલ્લા બે વર્ષથી તૈયાર થયેલ માર્કેટ બંધ હાલતમાં હતી ભાડાની નજીવી આવકના બાબતે ઓફિસ માર્કેટ સંપૂર્ણપણે બંધ પડી હોય તાજેતરમાં કોંગ્રેસના આગેવાનો દ્વારા આ મચ્છી માર્કેટની બહેનો સાથે મુલાકાત લેતા તેમજ બહેનોએ પોતાના પ્રશ્નો પણ રજૂ કર્યા હતા. આ ફિશ માર્કેટમાં લાઈટ પાણીની સગવડ તેમજ યોગ્ય રીતે પગથિયા બનાવવાની વાત પણ કોંગ્રેસી આગેવાનો સમક્ષ કરી હતી જે કારણોસર નગર પાલિકાનું તંત્ર હરકતમાં આવ્યું હતું અને તાત્કાલિક ધોરણે રવિવારે અહીં કરી તાત્કાલિક સાફ-સફાઈ કરી સોમવારે સોમવારે વેપાર કરતા બહેનોને તાત્કાલિક જગ્યાની ફાળવણી કરી ફીશ માર્કેટને ખુલ્લુ મુકવામાં આવ્યું હતું.
ભરૂચ : કોંગી આગેવાનોની મુલાકાત બાદ 18 મહિનાથી બંધ પડેલા ફિશ માર્કેટને ખુલ્લુ મુકાયુ.
Advertisement