Proud of Gujarat
FeaturedGujaratINDIA

બિરલા ગ્રાસિમ ઇન્ડસ્ટ્રી દ્વારા પ્રોજેક્ટ ઉડાન અંતર્ગત મહિલાઓને ટેકનિકલ તાલીમ અપાય.

Share

બિરલા ગ્રાસિમ ઇન્ડસ્ટ્રી દ્વારા “પ્રોજેકટ ઉડાન” નો ઉદઘાટન સમારોહ મુન્શી આઇ.ટી.આઇ. ખાતે યોજાયો. હાજી એહમદ મુન્શી આઇ.ટી.આઇ. ખાતે બિરલા ગ્રાસિમ ઇન્ડસ્ટ્રી દ્વારા સ્ત્રી સશકિત કરણના ભાગરુપે અને નારી વર્ગને પગભર કરવાના હેતુસર મહિલાઓને ટેકિનકલ તાલીમ મળી રહે અને ઇન્ડસ્ટ્રીમાં તેઓ પોતાનો રોજ્ગાર મેળવવા સક્ષમ બને તે હેતુસર કેમિકલ ક્ષેત્રે એક તાલીમી વર્ગનું આયોજન કરવામાં આવેલ છે. જે “પ્રોજેકટ ઉડાન” ના નામથી પ્રચલિત કરેલ છે. જેના ઉદઘાટન સમારોહનો એક પ્રોગ્રામ યોજ્વામાં આવેલ જેમાં બિરલા ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીના યુનિટ હેડ રાકેશ ચોક્સી સાહેબ સહીત તેઓની ટીમ હાજર રહી હતી. સાથે-સાથે મુન્શી મનુબરવાલા મનુબરવાલા મેમો. ચેરિટેબલે ટ્રસ્ટના ટ્રસ્ટી, યુનુસભાઇ પટેલ સાહેબ, કારોબારી સમિતિના સભ્ય સલીમભાઇ અમદાવાદી સાહેબ તથા ટ્રસ્ટના CEO સુહેલભાઇ દુકાનદાર સાહેબ એ હાજરી આપી હતી. ઉપરાંત પ્રવેશ મેળવેલ વિધાર્થિનીઓ પણ હાજર રહી હતી.

પ્રોગ્રામની શરુઆત તિલાવતે ક્લામે પાકથી કરવામાં આવી હતી. ત્યાર બાદ સંસ્થાના આચાર્ય આરીફ પટેલ દ્વારા સ્વાગત પ્રવચન આપવામાં આવેલ ત્યાર બાદ મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત ટ્રસ્ટના હોદ્દેદારો દ્વારા કર્યા બાદ પ્રાસંગિક પ્રવચન બિરલા ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીના AGM હેમરાજ પટેલ, GM સાહુ અતુલજી Sr.V.P. સુબોધ ગૌતમજી અને અંતમાં મુન્શી ટ્રસ્ટના CEO સુહેલ દુકાનદાર સાહેબે આભાર વિધિ કરેલ. સમગ્ર પ્રોગ્રામમાં એનકરીંગની ભુમિકા વાય.યુ.મતાદારે નિભાવી હતી. પ્રોગ્રામ ને સફ્ળ બનાવવા માટે મુન્શી આઇ.ટી.આઇ.નો સ્ટાફ ખડે પગે હાજર રહ્યો હતો.

Advertisement

Share

Related posts

વડોદરા : કોંગ્રેસ કાર્યાલય ખાતે મધ્ય ગુજરાતનાં જિલ્લાઓની મહિલા કોંગ્રેસ સમિતિની મીટીંગ યોજાઈ….

ProudOfGujarat

ગોધરા: તાલુકાના શિક્ષકોને સમયસર પગાર આપવાની માંગ કરતા દંડક અરવિંદભાઈ પરમાર

ProudOfGujarat

કેવડીયામાં ટેન્ટસીટી નં-૨ માં મે. પ્રવેગ કોમ્યુનીકેશન્સ લિ. દ્વારા સરકારી ખરાબાની જમીનમાં પણ દબાણ કરી વાણિજ્ય હેતુસરનો ઉપયોગ કરાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!