ભરૂચ જિલ્લામાં કાર્યરત સેવાભાવી સંસ્થા એવી ઉત્થાન ચેરીટેબલ ટ્રસ્ટ અને ડો. બાબા સાહેબ ઉથાન સંસ્થા દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી જરૂરિયાત મંદ લોકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરી જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓને સારું શિક્ષણ મળી રહે તેવા પ્રયાસો કરી રહ્યા છે.
ભરૂચ જિલ્લામાં ડો. બાબા સાહેબ આંબેડકર ભવન હોલ ખાતે ભરૂચમાં કાર્યરત ઉત્થાન ચેરીટેબલ ટ્રસ્ટ અને ડો. બાબા સાહેબ ઉથાન સંસ્થા દ્વારા જરૂરિયાત મંદ લોકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં અંકલેશ્વરની ડેક્કન કેમિકલ કંપનીના સિનિયર મેનેજર રાહુલ શાહ સહીત સંસ્થાના સ્થાપક પરેશ મેવાડા તેમજ કૌશલ ગોસ્વામી ધૃતા રાવલ જે.વી.પરમાર, માવજીભાઈ રાઠોડ, જન શિક્ષણ સંસ્થાના ક્રિષ્ના બેન, સંસ્થાના કાર્યકર વૈશાલીબેન ચંદેલ, રમેશ સોલંકી, અમિતા રાણા, નેહલ સોની, હિતેશ મેવાડા સહિત સમાજના આગેવાનો ઉપસ્થિત રહી જરૂરિયાતમંદ લોકોને નોટબુક સહિત શૈક્ષણિક કીટનું વિતરણ કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
ભરૂચ : ઉત્થાન ચેરીટેબલ ટ્રસ્ટ અને ડો. બાબા સાહેબ ઉથાન સંસ્થા દ્વારા જરૂરિયાત મંદ લોકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું.
Advertisement