Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ શક્તિનાથ વિસ્તારમાં આવેલ BSNL ના ગોડાઉનમાં ઝાડીઝાંખરામાં લાગી આગ.

Share

ભરૂચ જિલ્લામાં ઉનાળાની ઋતુ દરમિયાન આગ લાગવાના અનેક બનાવો સામે આવ્યા છે, કેટલાક સ્થળે ઉધોગોમાં તો કેટલાક સ્થળે મકાનો અને દુકાનોમાં આગ જેવી ઘટનાએ છેલ્લા ૨ માસથી ફાયરમાં લાશકરોને દોડતા મુક્યા હતા, ત્યારે આજે વધુ એક આગ લાગવાની ઘટના ભરૂચ શહેરમાં બની હતી.

ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં આવેલ BSNL ના ગોડાઉનમાં ઝાડી ઝાંખરામાં આગ લાગતા એક સમયે ભારે ધુમાડાના ગોટે ગોટા નજરે પડ્યા હતા,જોકે ઘટના અંગેની જાણ ભરૂચ નગર પાલિકાના ફાયર વિભાગમાં કરવામાં આવતા ફાયરમાં કર્મીઓએ તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ પર પાણીનો મારો ચલાવી તેને ગણતરીના સમયમાં કાબુ લેવાતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

હારુન પટેલ : ભરૂચ

Advertisement

Share

Related posts

ખેડા જિલ્લા ભારતીય જનતા પાર્ટીની કારોબારી બેઠક મળી.

ProudOfGujarat

વડોદરાનાં કરજણ તાલુકાનાં કલા શરીફ ખાતે ૧૨ મો મુસ્લિમ સમૂહ લગ્નોત્સવ કાર્યક્રમ યોજાયો હતો.

ProudOfGujarat

મોબાઇલના વિક્રેતાને ડિફોલ્ટ ચેક આપી 11 લાખથી વધુની છેતરપિંડી કરનારને ઝડપી પાડતી વડોદરા એલ.સી.બી. પોલીસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!