Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIAUncategorized

આમોદ તુવેરનું કેન્દ્ર શરૂ કરવાના મામલે જંબુસર વિધાનસભા યુથ કોંગ્રેસ ના ધરણા કાયઁક઼મ સફળ

Share

આમોદ તાલુકા ના ચકલાદ ખાતે ખરીદી કેન્દ્ર ચાલુ કરવામા આવ્યું .
આમોદ તાલુકામાં રાજ્ય સરકાર દ્ધારા તુવેર ખરીદી કેન્દ્ર શરૂ ન થતા જંબુસર યુવા કોંગ્રેસે ગતરોજ આમોદ ખાતે ધરણા કાર્યક્રમ યોજી આવેદન પાઠવ્યુ હતુ.જો સરકાર ખેડૂત હિતમાં નિર્ણય નહીં લે તો આક્રમક કાર્યકમો આપવાની ચીમકી યુથ કોંગ્રેસ ઉપ પ્રમુખે ઉચ્ચારી હતી.જો કે સફારી જાગેલી રાજ્ય સરકારે યુથ કોંગ્રેસની માંગ સામે ઝૂકી જતા ચકલાદ ખાતે તુવેર ખરીદી કેન્દ્ર શરૂ કરવાની મંજૂરી આપવાની  ફરજ પડી હતી.તુવેર ખરીદ કેન્દ્રની શરૂઆત થતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ જવા પામી છે.આ અંગે યુવા ઉપપ્રમુખ ઈરફાન પટેલે ખેડૂતોની જીત ગણાવી હતી.અને ખેડૂતોને પાયમાલી માંથી બચાવવા માટે સરકારે વિશેષ યોજના બનાવવા પર ભાર આપવો જોઈએ.સરકાર માત્ર ઉદ્યોગપતિઓ પર ધ્યાન આપે છે,દેવાના ડુંગર નીચે દબાઈ ગયેલા અને આત્મહત્યા કરતા જગતના તાતની કોઇજ ચિંતા કરતી ન હોવાનો આક્ષેપ કર્યો હતો.અને તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે ખેડૂતોના પ્રાણ પ્રશ્નોને લઈને યુવા કોંગ્રેસ હંમેશા તેમના પડખે ઉભી રહેશે.

Share

Related posts

ભરૂચ : ન્યુ કસક વિસ્તારમાંથી પોલીસે જુગારધામ ઝડપી 5 જુગારીયા સાથે રૂ. 39 હજાર કરતા વધુ રકમ જપ્ત કરી.

ProudOfGujarat

માંગરોળ : ડૉ. મતાઉદ્દીન સલીમુદ્દીન ચિશ્તી સાહેબના બ્રિટન અને ફ્રાંસ પ્રવાસ દરમિયાન જીવન પ્રેરણાદાયક અને અસરકારક બનાવવા અનુરોધ કરાયો.

ProudOfGujarat

સતત ત્રીજી ટર્મ માટે સમશાદ અલી સૈયદને વિપક્ષ નેતા તરીકેની જવાબદારી, લોકહિતના પ્રશ્નો માટેની લડતને પગલે બિનહરીફ વરણી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!