ભરૂચના કોઠી વાતરસા ગામમાં સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં આઠમા તબક્કાના સેવાસેતુ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જે અંતર્ગત આમોદ તાલુકાના કોઠી વાતરસા ગામમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. આયોજિત સેવા સેતુ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર, આરોગ્ય વિભાગના અધિકારી, જીઇબીના અધિકારી ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના પ્રારંભે ઉપસ્થિત અધિકારીઓનું ગ્રામ પંચાયતના સરપંચ હલીમા બેન કાજી તેમજ ઉપસરપંચ સલીમ મહેતાજીએ પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કર્યું હતું.
ત્યારબાદ ભરૂચ જિલ્લા વિકાસ અધિકારીએ ગુજરાત સરકારની વિવિધ યોજનાઓ વિશે હાજરજનોને વિસ્તૃત છણાવટ સાથે માહિતી પુરી પાડી હતી અને સરકારની વિવિધ યોજનાઓનો વધુમાં વધુ લાભ લેવા લોકોને અનુરોધ કર્યો હતો. આયોજિત સેવા સેતુ કાર્યકમમાં ગુજરાત સરકારની વિવિધ યોજનાઓ જેવી કે આધાર કાર્ડ, આયુષ્યમાન કાર્ડ, વિધવા સહાય, રેશન કાર્ડ તેમજ અન્ય ઉપયોગી સેવાઓનો લાભાર્થીઓએ લાભ લીધો હતો. આયોજિત સેવા સેતુ કાર્યક્રમમાં સુડી, સમની, કુરચણ, સિમરથા, કેસલુ, કોઠી, વાતરસા મળી કુલ સાત ગામોના લોકોએ ભાગ લીધો હતો. તમામ સાત ગામોના ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીઓ પણ હાજર રહ્યા હતા.
ભરૂચ : આમોદના કોઠી વાતરસા ગામમાં સેવાસેતુ કાર્યક્રમ યોજાયો.
Advertisement