ભરૂચ શહેરના જાહેર માર્ગો પર આવેલા સર્કલો જાહેરાતનું માધ્યમ બનતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.
ભરૂચના જાહેર માર્ગો પર સર્કલ પાસે જાહેરાતના મોટા મોટા હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે જેથી વિવિધ સર્કલો પર અવારનવાર અકસ્માતની ઘટનાઓ પણ બનતી રહે છે. હોર્ડિંગ્સના કારણે સામે વારી લાઇનનો રસ્તો વાહનચાલકો જોઈ શકતા નથી તેમજ શહેરના વિવિધ સર્કલોની શોભામાં પણ ઘટાડો થતો હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા સર્કલો પર હોર્ડિંગ્સના કારણે અકસ્માતની ઘટનાઓને જાણે તંત્ર આમંત્રણ આપતું હોય તેવું લાગે છે.
અત્રે નોંધનીય છે કે શહેરભરમાં તંત્ર દ્વારા આમ તો વાહનચાલકો પાસેથી વિવિધ પ્રકારે મસમોટા દંડની વસૂલાત કરવામાં આવતી હોય છે પરંતુ અહીં શહેરના સર્કલો પર લાગેલા વિવિધ જાહેરાત કરતા હોર્ડિંગ્સ કે તેના માલિકો સામે તંત્ર દ્વારા કેમ કૂણું વલણ રાખવામાં આવે છે??? તે પણ એક ચર્ચાનો વિષય છે. તંત્ર દ્વારા હોર્ડિંગ્સ કે બેનર લગાડવાનો ચાર્જ વસુલવામાં આવે છે કે કેમ તેમજ મસમોટા બેનરો શહેરના સર્કલોની શોભામાં ઘટાડો કરે છે.