જનરલ હોસ્પિટલ ભરૂચ & KMCRI મેડિકલ કોલેજ ભરૂચમા કલબફૂટ ડે ઉજવવામાં આવ્યો. ભરૂચ ક્લબફૂટ ક્લિનિકમાં ક્લબફૂટના ટોટલ 81 બાળકો રજીસ્ટર છે એમાંથી 50 બાળકો સારા થઈ ગયા છે અને અત્યારે 30 જેટલા બાળકો સારવાર હેઠળ છે. કયોર ઇન્ટરનેશનલ ઇન્ડિયા ટ્રસ્ટ ગુજરાતની 28 ડિસ્ટ્રિક્ટમાં કામ કરી રહી છે અને 31 કલબફૂટ ક્લિનિક ચાલુ છે.
આ સંસ્થા દ્વારા વિનામૂલ્યે સારવાર કરવામાં આવે છે. કયોર ઇન્ટરનેશનલ ઇન્ડિયા ટ્રસ્ટના ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ કોર્ડિનેટર સેસીલબેન ઈસાઈના આગેવાનીમાં આ પ્રોગ્રામ યોજાયો. જેમાં મહેમાન તરીકે kmcri મેડિકલ કોલેજ અને રિસર્ચ ઇન્સ્ટીટ્યુટ ર્ડો. મિતેશ શાહ. અને kmcri મેડિકલ કોલેજના મેડિકલ સુપ્રિટેન્ડન્ટ ડૉ.આર.કે બંસલ એ હાજરી આપી હતી. સ્પેશ્યલ ડોનોર ઇનર વ્હીલ કલ્બ ભરૂચના પ્રેસિડેન્ટ રિઝવાના તલકીન જમીનદાર તેઓ પણ હાજર રહ્યા હતા. ઓર્થોપેડિક સર્જન ર્ડો. કુનાલ ચાંપાનેરી સાહેબ દ્વારા દરેક ના ક્લબફૂટનાં બાળકોને સારવાર આપવામાં આવે છે. આ પ્રોગ્રામમાં 25 જેટલા બાળકો એ ભાગ લીધો બાળકોને ગિફ્ટ અને નાસ્તો આપવામાં આવ્યો હતો.
ભરૂચની જનરલ હોસ્પિટલ ખાતે વર્લ્ડ ક્લબફૂટ ડે ની ઉજવણી કરાઇ.
Advertisement