થોડા દિવસ પહેલા વાલિયા નજીક આવેલ ગોદરેજ કંપનીના પડાવ પરથી એક શ્રમજીવી પરિવારનો ૧૩ વર્ષીય બાળક ગુમ થયેલ હતો. આ બાબતે વાલિયા પોલીસ મથકે ગુનો દાખલ થયો હતો. ભરૂચ જીલ્લામાં ગુમ થયેલ બાળકોને શોધી કાઢવા ઉચ્ચ અધિકારીઓ તરફથી મળેલ સુચના અંતર્ગત વાલિયા પીઆઇ પી.એચ.વસાવાએ પોલીસ જવાનોની અલગ-અલગ ટીમો બનાવીને આ ગુમ થયેલ બાળકને શોધી કાઢવા પ્રયત્ન ચાલુ કર્યા હતા. વાલિયા પોલીસે બાળકના વતન મધ્યપ્રદેશના કલ્યાણપુર પોલીસ સ્ટેશન સાથે સંપર્કમાં રહીને બાળકને શોધી કાઢવાની કાર્યવાહી હાથ ધરી હતી. દરમિયાન આ ગુમ થયેલ બાળક અભિષેક હુરસીંગભાઇ મેળા ગુજરાતથી તેના વતન મધ્યપ્રદેશના ગામ કાકડકુવા પહોંચી ગયો હોવાની જાણ થઇ હતી. ત્યારબાદ વાલિયા પોલીસે આ બાળકને વાલિયા ખાતે લઇ આવીને તપાસની કામગીરી પુર્ણ થયા બાદ તેના પરિવારને સોંપ્યો હતો.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ
Advertisement