Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ જિલ્લા પંચાયત દ્વારા ૭ ગામોને ઇ વ્હિકલનું વિતરણ કરાયું.

Share

આજરોજ ભરૂચ જિલ્લા પંચાયત ખાતે ભરૂચ જિલ્લા પંચાયતના અધ્યક્ષ અલ્પાબેન પટેલ, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી તેમજ અધિકારી ગણ અને બીજા પદાધિકારીઓની હાજરીમાં જિલ્લા વિકાસ અધિકારી યોગેશ ચૌધરી અને જિલ્લા પંચાયતના અધ્યક્ષ અલ્પાબેન પટેલના વરદ હસ્તે આરોગ્ય એમ્બ્યુલન્સ અને ગાર્બેજ કલેકશન માટે ૭ જેટલા ઈ – વાહનોને લીલીઝંડી અપાઈ હતી.

આ અંગે જિલ્લા વિકાસ અધિકારી યોગેશ ચૌધરીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, જિલ્લા પંચાયતના ૧૫ માં નાણાપંચ અંતર્ગત સને ૨૦૨૦-૨૧ ની ૧૦% જિલ્લા કક્ષાની ગ્રાંટમાંથી ગામમાં સ્વચ્છતા કેળવાય તે માટે ૨૬ જેટલા ઈ-વ્હિકલ ફોર ગાર્બેજ કલેક્શનની ખરીદી કરવામાં આવી છે, જે પૈકી ૭ ઈ-વ્હિકલ મળેલ છે. જેનું આજે જીલ્લા પંચાયત પ્રમુખ, જિલ્લા વિકાસ અધિકારી તેમજ જિલ્લા પંચાયતના સમિતિના ચેરમેન અને જિલ્લા પંચાયતના સદસ્યોની હાજરીમાં લોકાર્પણ કરવામાં આવ્યું. તે ઉપરાંત જિલ્લાના તમામ ૯ તાલુકામાં ચોમાસાની સીઝનમાં વરસાદી પાણીનો જમાવડો નહિ થાય અને વરસાદી પાણીનો નિકાલ કરવા માટે અંદાજીત ૬ લાખના ખર્ચે ૯ ડી-વોટરિંગ પમ્પની ખરીદી કરવામાં આવી છે, તેનું પણ આજરોજ લોકાર્પણ કરવામાં આવ્યું. જિલ્લા પંચાયતના સને ૨૦૨૧-૨૨ ના સ્વભંડોળ ગ્રાન્ટમાંથી ખરોડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માટે એમ્બ્યુલન્સની ખરીદી કરવામાં આવી હતી.

આ કાર્યક્રમ પ્રસંગે ભરૂચ જિલ્લા પંચાયતના અધ્યક્ષ અલ્પાબેન પટેલ, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ ચૌધરી, જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી તેમજ અધિકારીગણ અને બીજા પદાધિકારીઓની હાજર રહ્યાં હતા.

Advertisement

Share

Related posts

સુરતનાં રઘુવીર સિલિયમ માર્કેટમાં લાગેલી આગ પર ફાયર કર્મચારી દ્વારા ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો.

ProudOfGujarat

ભાવનગરમાં ચકાસણી કામગીરીમાં 123 ઇવીએમ-વીવીપેટ રીજેક્ટ

ProudOfGujarat

અપહરણના ગુનામાં ત્રણ આરોપીઓને ઝડપી પાડતી મહેમદાવાદ પોલીસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!