Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લા પોલીસ નાગરિકો માટે હવે નિભાવશે નાયકની ભૂમિકા- ફરિયાદો, સૂચનો અને અભિપ્રાયો માટે પ્રારંભિક 5 સ્થળોએ લેટર બોક્સ મુકાયા.

Share

– તરૂણો, સગીરો, યુવાઓ, મહિલાઓ, સિનિયર સિટીઝન, અસમર્થ લોકો સઝેશન બોક્સ થકી જણાવી શકશે પોતાની વેદના અને સમસ્યા.

– ભરૂચ રેલવે સ્ટેશન, નર્મદા બસ સ્ટેશન, તુલસીધામ, નર્મદા પાર્ક અને માતરિયા તળાવ ખાતે લાલ લેટર બોક્સ મુકાયા.

Advertisement

ભરૂચ જિલ્લા પોલીસ હવે નગરજનો માટે નાયકની ભૂમિકા ભજવવા જઈ રહી છે. બોલીવુડ ફિલ્મ અભિનેતા અનિલ કપૂરની ફિલ્મ નાયક ખુબ પ્રચલિત થઇ હતી. આ ફિલ્મમાં મુખ્ય પ્રધાન CM દ્વારા પ્રજા સાથે સીધો સંપર્ક કેળવવા જાહેર સ્થળોએ સજેશન બોક્સ Suggestion Box મુકવામાં આવ્યા હતા.

આ બોક્સમાં ફરિયાદ, રજૂઆત અને સૂચનોને આવકારવામાં આવ્યા હતા અને તેનું ત્વરિત નિરાકરણ લાવી લોક સુખાકારી વધારવામાં આવી હતી. ભરૂચ પોલીસ પણ હવે નાયક બનવા જઈ રહી છે. જેણે શહેરના અલગ – અલગ 5 સ્થળોએ સજેશન બોક્સ મુકાવ્યા છે. આ બોક્સમાં વ્યક્તિ ઓળખ સાથે અથવા ઓળખ છુપાવીને પોલીસને હકીકતથી વાકેફ રાખી શકે છે સાથે શહેરની સમસ્યાઓ હલ કરવામાં ભાગીદાર બની શકે છે.

ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક તરીકે ચાર્જ લીધા બાદ IPS અધિકારી ડો. લીના પાટીલે પ્રથમ રાઉન્ડમાં કડક અધિકારી તરીકેની છાપ ઉભી કર્યા બાદ હવે એક કડક સ્વભાવના અધિકારીમાં રહેલા માનવતાવાદી વ્યક્તિત્વના દર્શન કરાવી રહ્યા છે. સામાન્ય લોકો પોલીસની દૂર રહેવામાં જ ભલાઈ સમજતા હોય છે.

આ કારણોસર ઘણીવાર આસપાસના વિસ્તારમાં અસામાજિક કે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોવા છતાં લોકો આખો ફેરવી લેતા હોય છે. પોલીસ સુધી હકીકત પહોંચાડી આમ આદમીએ પોલીસ સ્ટેશન જવું પણ ન પડે તેવી ભરૂચ પોલીસે વ્યવસ્થા તૈયાર કરી છે.

ભરૂચ શહેરના રેલવે સ્ટેશન સહીત 5 સ્થળોએ સજેશન બોક્સ મુકવામાં આવ્યા છે. આ બોક્સમાં લોકો નિર્ભય બની ફરિયાદ, રજૂઆત અને સૂચનો મૂકી શકે છે. પોલીસ એક ચોક્કસ સમયગાળા બાદ આ બોક્સ ખોલી મળેલા પત્રનો જવાબ કાર્યવાહી અથવા જરૂરી માર્ગથી આપવા પ્રયત્ન કરશે. ભરૂચ એસપી ડો લીના પાટીલે જણાવ્યું હતું કે, આ પ્રયોગથી લોકો નિર્ભય બની પોલીસ સમક્ષ પોતાની ફરિયાદ અને રજૂઆત રજૂ કરી શકશે. ગુનાઓ ઉપર નિયંત્રણ સાથે આ સૂચનો જન સુખાકારી માટે મદદરૂપ સાબિત થશે. પ્રજાજનો પણ પોલીસની પહેલને આવકારી રહ્યા છે. આ પ્રકારના બોક્સ અસામાજિક તત્વો સામે અસરકારક પુરવાર થશે.

હારુન પટેલ : ભરૂચ


Share

Related posts

સુરત રેન્જ આઈજી રાજકુમાર પાંડિયનની બુટલેગરો પર લાલઆખં , આરઆરસેલની ટીમ દ્વારા આલીપોરમાં રેડ

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના આમોદમાંથી ચોર ગઠીયા રાત્રીના સમયે ઇકો ગાડી ઉઠાવી ગયા

ProudOfGujarat

ભરૂચ : હમ ટીવી ન્યૂઝ ચેનલ દ્વારા ભૂખ્યાને ભોજન તેમજ ધાબળા વિતરણ કરતો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!