Proud of Gujarat
FeaturedGujaratINDIA

નેત્રંગ તાલુકા ભારતીય જનતા પાર્ટીની બેઠકમાં સંગઠનલક્ષી માર્ગદર્શન અપાયું.

Share

ભરૂચ જીલ્લાના નેત્રંગ ખાતે તાલુકા ભારતીય જનતા પાર્ટીની બેઠક યોજાઇ હતી. નેત્રંગ જલારામ મંદિર ખાતે આજરોજ યોજાયેલ તાલુકા ભાજપાની કારોબારી બેઠકમાં માજી જીલ્લા ભાજપા પ્રમુખ બળવંતસિંહ ગોહિલ, નેત્રંગ તાલુકા ભાજપા પ્રભારી રશ્મિકાન્ત પંડયા તેમજ તાલુકા સંગઠનના હોદ્દેદારો,કાર્યકરો તેમજ તાલુકા જીલ્લા પંચાયતના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. તાલુકા ભાજપા પ્રભારી રશ્મિકાન્ત પંડ્યાએ સંગઠનલક્ષી માર્ગદર્શન આપીને સંગઠન મજબુત બનાવવા અનુરોધ કર્યો હતો. બળવંતસિંહ ગોહિલે આગામી દિવસોમાં યોજાનાર કાર્યક્રમો વિષેની જાણકારી આપી હતી. વિધાનસભાની ચુંટણી નજીકમાં છે ત્યારે કાર્યકરોને કામે લાગી જવા અનુરોધ કરવામાં આવ્યો હતો.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ

Advertisement

Share

Related posts

ઇન્ટરનેટ જગતના બાદશાહે દુનિયાને અલવિદા કર્યુ, જાણો શું છે કારણ ?

ProudOfGujarat

ભરૂચ : 2 બોલેરો પિક અપ ગાડીમાંથી રૂ. 11,91,600 નો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી નબીપુર પોલીસ.

ProudOfGujarat

બરોડા ડેરીના પ્રમુખ તરીકે સતિષ નિશાળીયા અને ઉપપ્રમુખ પદે ક્રિપાલસિંહ ચૂંટાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!