Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચના પંડિત ઓમકારનાથ હોલ ખાતે જિલ્લાકક્ષાનું ગરીબ કલ્યાણ સંમેલન યોજાયું.

Share

‘‘આઝાદી કા અમૃત મહોત્સવ’’ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમા વડાપ્રધાનએ હિમાચલ પ્રદેશના શિમલા ખાતે ઉપસ્થિત રહીને રાષ્ટ્રવ્યાપી સંબોધન તથા લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કર્યો હતો.

ભરૂચના પંડિત ઓમકારનાથ હોલ ખાતે જિલ્લાકક્ષાના કાર્યક્રમમાં નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઇ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલ ગરીબ કલ્યાણ સંમેલનમાં જિલ્લા પંચાયતના પ્રમુખ અલ્પાબેન પટેલ, જિલ્લા કલેકટર તુષાર સુમેરા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ ચૌધરી, નગરપાલિકાના પ્રમુખ અમીત ચાવડા ઉપસ્થિત રહયા હતા.

Advertisement

ગરીબ કલ્યાણ મહાસંમેલનનું દિપ પ્રાગટય કરી અધ્યક્ષસ્થાનેથી નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઇ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની સરકાર આજે દેશના અબાલવૃદ્ધ નાગરિકો સહિત સમાજના દરેક વર્ગને આવરી લેતો સમતોલિત વિકાસ આદર્યો છે. જેના પરિણામે યોજનાકીય લાભો શહેરી વિસ્તારો પૂરતા સીમિત ન રહીને દેશના દૂર-સુદુર, અંતરિયાળ અને દુર્ગમ વિસ્તારો સુધી પહોંચતા થયા છે. નાયબ મુખ્ય દંડક પટેલે આ પ્રસંગે વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના મુખ્યમંત્રીપદના કાર્યકાળ દરમિયાન રાજ્યમાં ગરીબોના ઉત્થાન અર્થે ગરીબ કલ્યાણ મેળાની શરૂઆત કરી હોવાનું જણાવી વચેટિયા રાજ નાબૂદ કરીને વંચિતો, જરુરીયાતમંદ ગરીબોને હાથો હાથ લાભ પહોંચાડ્યા હોવાનું ઉમેર્યુ હતું. જેના પરિણામે આજે રાજ્યનો ગરીબ નાગરિક પણ પગભર બનીને સમાજમાં ગૌરવભેર જીવી રહ્યો છે.

આ ઉપરાંત તેમણે જણાવ્યું કે,વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દૂરંદેશી નિર્ણય થકી દેશભરના ખેડૂતોની આવક બમણી કરવા તથા આર્થિક રીતે સદ્ધર કરવા માટે અનેકવિધ નિર્ણય કરાયા છે. જેના ભાગરૂપે “પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના” હેઠળ દેશભરના લાખો ખેડૂતોને આર્થિક નાણાકીય સહાય આપવામાં આવે છે જે અંતર્ગત રાજ્યમાં આજે ૧૧ માં હપ્તાની ચૂકવણી ગુજરાતના ખેડૂતોને તેમના ખાતામાં સીધો ડાયરેક્ટ બેનિફિટ ઓફ ટ્રાન્સફર થકી કરવામાં આવી હતી.

કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ જેવી કે, પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામિણ અને શહેરી), પ્રધાનમંત્રી કિસાન સન્માન નીધિ, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, પોષણ અભિયાન, પ્રધાનમંત્રી માતૃવંદના યોજના, સ્વચ્છ ભારત મિશન (ગ્રામિણ અને શહેરી), જલજીવન મિશન અને અમૃત પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના, વન નેશન વન રેશનકાર્ડ, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના, આયુષ્માન ભારત પી.એમ જન આરોગ્ય યોજના, આયુષ્માન ભારત હેલ્થ અને વેલનેશ સેન્ટર અને પ્રધાનમંત્રી મુદ્રા યોજના વગેરે જેવી અનેક યોજનાઓનો જાગૃત નાગરિક તરીકે જાણકારી રાખીને લાભ લેવાનો અનુરોધ કર્યો હતો. તેમણે જિલ્લા વહિવટી તંત્રને અનેક યોજનાઓનો લાભ ૧૦૦ ટકા નાગરિકો સુધી પહોંચાડાવાનો નિર્ધારને પણ બિરદાવ્યો હતો.
આ પ્રસંગે જિલ્લા પ્રમુખ અલ્પાબેન પટેલે પણ કેન્દ્ર તથા રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરતાં પ્રાસંગિક પ્રવચનમાં જિલ્લા વહીવટી તંત્રની કામગીરીને બિરદાવી હતી. આ વેળાએ નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઇ પટેલે લાભાર્થીઓ સાથે સંવાદ પણ સાધ્યો હતો.

આ કાર્યક્રમનાં પ્રારંભમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક સી.વી.લતાએ સ્વાગત પ્રવચનમાં ગરીબ કલ્યાણ સંમેલનની વિગતો આપી હતી.
આ પ્રસંગે જિલ્લાના આગેવાન પદાધિકારીઓ,અધિકારીઓ, સરપંચો, તલાટીઓ સહિત વિવિધ યોજનાઓના લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Share

Related posts

ઝઘડિયાના રાજપારડી ગામે મોબાઇલ પર સટ્ટાબેટિંગના આંકડા લખાવતો યુવક ઝડપાયો.

ProudOfGujarat

ભરૂચ : પ્રાઉડ ઓફ ગુજરાતના અહેવાલની અસર, ઘાસ મંડાઈ વિસ્તારમાં ઉભરાતી ગટરોની કામગીરી શરૂ..!

ProudOfGujarat

કરજણમાંથી પ્રતિબંધિત તમાકુ, ગુટકાનાં 1,53,000 હજારનાં મુદ્દામાલ સાથે એક શખ્સની ધરપકડ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!