ભરૂચમાં સમસ્ત ભરૂચ જિલ્લા માછીમાર સમાજ અને સ્થાનિક લોક અધિકાર મંચ દ્વારા વિવિધ સાત મુદ્દે 3.5 કિલોમીટર લાંબી લોક અધિકાર યાત્રા યોજાઈ હતી.
આ લોક અધિકાર યાત્રા ભરૂચના વેજલપુર, બંબાખાના, ઈદગાહના મેદાનથી શરૂ થઈ કલેકટર ઓફિસે સમાપ્ત થઈ હતી, જ્યાં કલેકટરને સ્થાનિક લોકોએ નર્મદા બચાવો તેમજ ભાડભૂત ડેમથી અસરગ્રસ્ત માછીમારોની પડતર માંગ પૂરી કરવા તથા ઔદ્યોગિક અકસ્માતો અને પ્રદૂષણ પર નિયંત્રણ મેળવવા માટે કંપનીઓમાં 80% સ્થાનિક નોકરી રોજગાર આપવામાં આવે તે સહિતની માંગ સાથેનું ચાંદીનું આવેદનપત્ર કુલ ૭ મુદ્દાઓ સાથે કલેકટર સમક્ષ પાઠવ્યું હતું.
માછીમારી સમાજની માંગ છે કે આગામી પેઢીનું ભવિષ્ય સુરક્ષિત રહે તે માટે નર્મદા નદીને બે કાંઠે વહેવા દેવી તેમજ અહીં રેતી ખનન કરતા માફીયાઓ પર સરકાર દ્વારા રોક લગાવવામાં આવે તે સહિતની માંગ સાથે વિસ્તૃત આવેદન તેમજ સાડા ત્રણ કિલોમીટર લાંબી લોક અધિકાર યાત્રા નાવડી સાથે યોજાઈ હતી.
ભરૂચ : માછીમારી સમાજ દ્વારા વિવિધ માંગો સાથે લોક અધિકાર યાત્રા યોજી કલેકટરને આવેદન પાઠવ્યું.
Advertisement