ભરૂચ માં લાંબા સમય થી વિવાદો ના વમણ માં અટવાયેલ કુખ્યાત બિલ્ડર મનોજ ચોક્સી ના મીલેનિયમ આર્કેટ માં માર્જિન ની જગ્યા ઉપર બિન અધિકૃત રીતે ઉભા કરીદેવાયેલ ફુડ જોન ને અંતે બૌડા અને નગર પાલિકા ના સંયુક્ત ઓપરેશન માં દબાણ તોડી પડાતા ભરૂચ ના માફિયા બિલ્ડરો માં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.જાણવા મળતી પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ ના કોલેજ રોડ પર કોલેજ ની સામે આવેલ મીલેનિયમ આર્કેટ માં બિલ્ડર મનોજ ચોક્સી દ્વારા કાયદા ની એસી તૈસી કરી શોપિંગ ના પાછળ ના ભાગે માર્જીન અને લિફ્ટ ની જગ્યા પર બિન અધિકૃત રીતે ફુડજોન ઉભું કરી દેવાયેલ હતું ..અત્રે ઉલ્લેખનીય છે કે વિવાદાસ્પદ બિલ્ડર મનોજ ચોક્સી અગાઉ પણ પગારે પંજાબ નેશનલ બેન્ક કૌભાંડ સહીત અન્ય કૌભાંડો માં લે ભાગુ છાપ ઉભી કરી ચુક્યા છે ત્યારે વહીવટી તંત્ર ને ખિસ્સા માં નાખી ને ફરવાની તેમની શેખી ને આજે બૌડા તંત્ર એ ધૂળ ધાણી કરી નાખી હતી.બૌડા તંત્ર એ નગર પાલિકા ના સંયુક્ત ઓપરેશન માં પોલીસ તંત્ર ના ચુસ્ત બંદોબસ્ત સાથે આજ રોજ વહેલી સવારે મનોજ ચોક્સી ના દબાણો દૂર કરાયા હતા જોકે બૌડા તંત્ર પાસે ભરૂચ ના નવનિર્મિત બિલ્ડીંગોમાં દબાણો અંગે ની સેંકડો ફરીયાદો પેન્ડિંગ છે ત્યારે બૌડા તંત્ર પેન્ડિંગ અરજીઓનો પણ નિકાલ કરે તે જરૂરી છે….તેવી ચર્ચા પણ આ પ્રકાર ની કાર્યવાહી બાદ થી ટોક ઓફ ધી ટાઉન બનવા પામી છે…….