Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : આર.ટી.આઇ કાર્યકરોએ વિવિધ પડતર પ્રશ્નોને લઈ જિલ્લા કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર.

Share

સુરત ખાતે તાજેતરમાં આર.ટી.આઇ એક્ટિવિસ્ટનું સંમેલન યોજાયું હતું જેમાં બહોળા પ્રમાણમાં સમગ્ર ગુજરાતના આર.ટી.આઇ કાર્યકરો એ ભેગા થયા હતા અને જેમાં સર્વાનુમતે ૧૬ જેટલા ઠરાવો પસાર કરવામાં આવ્યા હતા જે તમામ જિલ્લામાં કલેકટર સમક્ષ રજુ કરાયા છે.

સુરતના આ સંમેલનમાં ભરૂચ ખાતેથી પણ આર.ટી.આઇ એક્ટિવિસ્ટ ભાગ લેવા માટે ગયા હોય તેઓએ પણ રાજયપાલને સંબોધીને ભરૂચના કલેકટર સમક્ષ એક લેખિત રજૂઆત કરી છે લેખિત રજૂઆતમાં જણાવ્યા અનુસાર માહિતી અધિકારી અધિનિયમ 2005 અનુસાર કલમ 15 (5) મુજબ રાજ્યમાં માહિતી પંચના કમિશનર અને રાજયના માહિતી કમિશનરો કાયદા, વિજ્ઞાન અને ટેકનોલોજી, સામાજિક સેવા, વ્યવસ્થાપન, પત્રકારિત્વ, વહીવટ અને સંચલનના ક્ષેત્રમાં બહોળો અનુભવ ધરાવતા હોવા જોઇએ. ગુજરાતમાં માહિતી આયોગના કમિશનરની ખાલી પડેલી જગ્યાઓમાં ભરતી કરવામાં આવે તેમ જ માહિતી અધિકારના કાયદામાં સંપૂર્ણ પારદર્શિતા રાખવામાં આવે આર.ટી.આઇ ના કાયદામાં દંડની જોગવાઈ હોવા છતાં પણ દંડ કરવામાં આવતો નથી તો અરજદારોને અરજીની પહોંચ પણ આપવામાં આવતી નથી. આ સમગ્ર મુદ્દા પર ગુજરાત રાજ્યના આર.ટી.આઇ એક્ટિવિસ્ટ દ્વારા ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને ત્યારબાદ ૧૬ જેટલા જરૂરી સુધારા-વધારા કરવામાં આવ્યા છે. આ ૧૬ થી વધુ મુદ્દાઓ અને રાજ્યપાલને સંબોધીને વિસ્તૃત રજૂઆત કલેકટર સમક્ષ પાઠવવામાં આવી છે જે કલેકટર દ્વારા રાજ્યપાલ સમક્ષ મુકવામાં આવશે.

Advertisement

Share

Related posts

રાજપીપળા : કોવિડ-19 નાં નિયમોનું પાલન કરી રાજપીપળા હરસિદ્ધિ માતાજી મંદિરે રાજપૂત સમાજનાં યુવાનોએ તલવાર આરતીની પરંપરા જાળવી રાખી.

ProudOfGujarat

રાજપીપળા : સ્ટેચ્યુ ઓફ યુનિટી કાલથી ફરી પ્રવાસીઓ માટે ખુલ્લી મુકવામાં આવશે.

ProudOfGujarat

ભરૂચમાં લોકલ ક્રાઈમ બ્રાંચે પકડેલા બુટલેગરનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!