ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર સાતમાં આવેલા બરાનપુરા ખત્રીવાડ વિસ્તારના લોકો ઘણા લાંબા સમયથી ગટરોના ગંદા પાણીની સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઉઠયા છે.
આ વિસ્તારના રહેવાસીઓએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે છેલ્લા ૨૦ વર્ષથી અમારા વિસ્તારમાં ગટરોના નિકાલની કોઇ પણ પ્રકારની સગવડ નથી, પ્રાથમિક સુવિધાઓનો તદ્દન અભાવ છે. આ વિસ્તાર નદી કાંઠાના વિસ્તાર હોય અહીં અવારનવાર ગટરોના ગંદા પાણી અમારા રહેઠાણની આસપાસ નિકાલ કરવામાં આવે છે અમારે અહીં આ ગંદકીનો સામનો કરવો પડે છે. છેલ્લા ૨૦ વર્ષથી આ સમસ્યાનો સરકાર દ્વારા કોઈપણ પ્રકારનો નિકાલ કરવામાં આવ્યો નથી. દરેક વખતે ચુંટણીના સમયે નેતાઓ, કોર્પોરેટરો આ વિસ્તારમાં મત માંગવા માટે આવે છે પરંતુ ઉભરાતી ગટરોની સમસ્યાથી અમે સ્થાનિકોને મુશ્કેલી પડે છે તેનો નિકાલ કોઈપણ કરતું નથી. ઉભરાતી ગટરોના ગંદા પાણી અમારા ઘરમાં પ્રવેશે છે તેમ છતાં તંત્રના પેટનું પાણી પણ હલતું નથી. સત્તાધારી પક્ષ પાસે અમારી માંગણી છે કે અમારી સમસ્યાનો નગરપાલિકા દ્વારા વહેલી તકે નિકાલ કરવામાં આવે.
ભરૂચના બરાનપુરા વિસ્તારમાં ગંદકીના કારણે સ્થાનિકો ત્રાહિમામ.
Advertisement