દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુની આજે 58 મી પુણ્યતિથિ નિમિત્તે ભરૂચ કોંગ્રેસ કાર્યાલય ખાતે અને જવાહર મ્યુનિસિપલ ભવન ખાતે ભરૂચ શહેર- જિલ્લા કોંગ્રેસ દ્વારા તેમને યાદ કરી તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી.
પંડિત જવાહરલાલ નહેરુ એ દેશમાં અલગ-અલગ ઉદ્યોગોની સ્થાપના કરી હતી તેમના વિચારો અત્યંત ઉમદા હતા. દેશમાં ઔદ્યોગિક સાહસિકતા સ્થાપનાર પ્રથમ વડાપ્રધાન હતા. તેઓએ બાબા ઓટોમેટ રીસર્ચ સેન્ટર તેમજ ડેમના બાંધકામો પણ તેઓના કાર્યકાળમાં હાથ ધર્યા હતા. આજે તેમના કાર્યો થકી જ દેશમાં ઔદ્યોગિક ક્રાંતિ આવી છે તેમ કહી શકાય. આજે પંડિત જવાહરલાલ નહેરુની પુણ્યતિથિ નિમિત્તે ભરૂચ શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ તેમને કોટી કોટી વંદન કરે છે.
Advertisement