::-આજ રોજ ભરૂચ સમસ્ત વાલ્મિકી સમાજ સેવા વિકાસ વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા શહેર અને જિલ્લા માં વસતા અનુસૂચિત જાતિ અને જન જાતિ ના નાગરિકો માટે બનાવવામાં આવેલ એટરોસિટી એકટ ની જોગવાઈ ઓ ને નબળી બની જાય તે પ્રમાણે નું જજમેન્ટ આપેલ છે તે જજમેન્ટ અને તે કાયદા ને રદ્દ કરવા સુપ્રીમ કોર્ટ ને કોઈ કલમ રદ કરવાની સત્તા નથી .આ જજમેન્ટ માં જણાવીયા પ્રમાણે એટરોસિટી ની ફરિયાદ સાચી છે કે ખોટી તેની ખરાઈ માટે સિનિયર સુપ્રીટેડન ઓફ પોલીસે ખરાય કરી નક્કી કરે .જો આવું થશે તો પોલીસ ફરિયાદ લેશે નહીં અને ફરિયાદી ને સુપ્રીમ કોર્ટ ના પાડી છે તેમ કહી ફરિયાદ નહિ લે .,આમેય આ કાયદા કે બીજા કાયદા નીચેના ગુન્હા ની મોટાભાગ ની ફરિયાદો પોલીસ ચોપડે નોંધાતી નથી અને દલિત ને ન્યાય મળતું નથી જેવી વિવિધ માગણી સાથે નું એક આવેદનપત્ર રાષ્ટ્રપતિ ને સંભોધીને ભરૂચ કલેકટરને પાઠવ્યું હતું..
ભરૂચ શહેર અને જિલ્લામાં રહેતા તમામ અનુસૂચિત જાતિ જનજાતિ ના નાગરિકો એ રાષ્ટ્રપતિ ને અપીલ કરી કે સુપ્રીમ કોર્ટ નું આ નિર્ણય ને પાછો લઇ બંધારણ ની ગરીમાં ને જાળવે અને બાબાસાહેબ ડો.આંબેડકરે આપેલા અધિકાર નું રક્ષણ કરે .જો આ જજમેન્ટ પાછું નહિ લેવાય તો આંદોલન ,રેલી,ધરણા પ્રદશન કરવાની ફરજ પડશે એવી ચીમકી ઉચ્ચારી હતી..