ભરૂચ સિવિલ હોસ્પિટલ ના અંધેર વહીવટ તંત્ર ના પાપે જાણે કે મૃતકો પણ લાચાર બન્યા જાણો વધુ…..!!!!
સામાન્યરીતે ભરૂચ સિવિલ હોસ્પિટલ ના દર્શન બહાર થી કર્યે તો એક વિકાસસીલ જનરલ હોસ્પિટલ લોકો વચ્ચે સેવા આપી રહી છે તેમ લાગશે…પણ આ સિવિલ હોસ્પિટલ નું નફ્ફટ બનેલું વહીવટી તંત્ર ના પાપ નો સામનો જાણે કે મૃતકોને પણ કરવો પડતો હોય તેવી ચોંકાવનારી બાબતો સામે આવી રહી છે……….
ભરૂચ સિવિલ હોસ્પિટલ માં મૃતકો માટે પી એમ માટે ની તો વ્યવસ્થા છે પણ જો કોઈ બિનવારસી લાશ મળી આવે અને તેના વાલી વારસ ની શોધખોળ મૃતક ની અંતિમવિધિ માટે કરવામાં આવી રહી હોય અને તે મૃતક ને ભરૂચ સિવિલ હોસ્પિટલ ના કોલ્ડ સ્ટોરેજ રૂમ માં મુકવામાં આવે તો મૃતકો ની આત્મા પણ આ વહીવટી તંત્ર ઉપર ફિટકાર નો મારો ચલાવે તેવી દશા હાલ માં જોવા મળી રહી છે………
બિનવારસી લાશો ને શહેર માંથી સિવિલ હોસ્પિટલ માં લાવનાર અને વાલી વારસ ના મળે તો મૃતકો ની અંતિમવિધિ કરનાર સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી એ જણાવ્યું હતું કે કોલ્ડ સ્ટોરેજ બંધ હાલત માં હોવાના કારણે મૃતકો ની લાશ ને વધુ સમય માટે કોલ્ડ સ્ટોરેજ માં રાખી શકાતી નથી..અને વધુ સમય લાશ આ કોલ્ડ સ્ટોરેજ માં રાખે તો તે સડી જવા જેવી દયનિય સ્થીતી માં થઇ જાય છે અને તેની અંતિમવિધિ કરવા માટે લઇ જતા ગોરખાઓ પણ બાદ માં આ પ્રકાર ની લાશો ઉચકતા નથી તેમજ મૃતકો ને તંત્ર ના પાપે મર્યા બાદ માં આ પ્રકાર ના દિવસો તેઓની આત્મા ને જોવા નશીબ થતા હોય તે બાબત ખુબજ ગંભીર કહી શકાય તેમ છે………
સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી એ જણાવ્યું હતું કે જો વહેલી તકે આ કોલ્ડ સ્ટોરેજ ને તંત્ર દ્વારા રીપેરીંગ કામ કરવામા નહીં આવે તો તેઓ આ પ્રકાર ની બિનવારસી લાશો નહીં લઇ જાય અને તેની સંપૂણ જવાબદારી વહીવટી તંત્ર ની રહેશે તેવી ચીમકી તેઓ દ્વારા આપવામાં આવી હતી…………
Advertisement