Proud of Gujarat
INDIAFeaturedGujarat

વડોદરા : ૧૦૮ સેવા અને જી.વી.કે. ઇ.એમ.આર.આઇ દ્વારા પાઇલોટ દિવસની ઉજવણી કરાઇ.

Share

૧૦૮ ઇમરજન્સી સેવા, જી.વી.કે. ઇમરજન્સી મેનેજમેન્ટ એન્ડ રિસર્ચ ઇન્સ્ટીટયુટ અને ગુજરાત સરકારની લોકભાગીદારીથી આજે વિશ્વાસ અને ચોક્ક્સાઇનો પયાર્ય બની ગયો છે કે જે તમામ પ્રકારની ઇમરજન્સીને પ્રતિસાદ આપવા કટીબધ્ધ છે અને સાથે સાથે તેના કાર્યથી લોકમાનસમાં સંપાદિત થયેલો વિશ્વાસ અભુતપુર્વ છે. આ સેવા પોલીસ, આગ કે આરોગ્ય સંબંધીત ઇમરજન્સી સેવા ૨૪×૭ રાજ્યભરમાં પુરી પાડે છે. આ સેવામાં પાઇલોટ (એમ્બ્યુલન્સના ચાલક) કે જે પીડીતને સત્વરે ઇમરજન્સી સારવારમાં મદદરૂપ થવા માટેની મહત્વની કડી છે. આજનો દિવસ ૧૦૮ સેવા અને જી.વી.કે. ઇ.એમ.આર.આઇ ના ઇતિહાસમાં ખુબ જ મહત્વપૂર્ણ છે.

૨૬ મી મે “પાઇલોટ દિવસ તરીકે ઉજવાય છે અને આ દિવસે જી.વી.કે.ઇ.એમ.આર.આઇ દ્વારા પાઇલોટની નિ:સ્વાર્થ સેવા બદલ તેમનું સન્માન કરવામાં આવે છે. કોઇપણ કટોકટી સમયે, પ્રત્યેક સેકન્ડ મુલ્યવાન હોય છે. સત્વરે ઇમરન્સી રીસપોન્સ CPF, ફાયર ફાઈટીંગ, એસ્ટ્રીકેશન અને પ્રાથમિક સારવાર મહામુલી માનવ જીંદગી બચાવે છે. ઇ.એમ.ટી ની સાથે સાથે, પીડીતને સલામતીથી હોસ્પિટલ સુધી પહોચાડવા માટે પાઇલોટની ભુમિકા મહત્વની છે. કટોકટીના સમયે, મહામુલી માનવ જીદંગી બચાવવા, બીજા અન્ય ઘટકો પણ મહત્વનાં છે જેમ કે પીડીતને સલામતીથી એવી રીતે પરિવહન કે ખસેડવા કે જેનાથી તેમને કોઇપણ ઇજા કે હાનિ પહોંચે નહી સ્થળ પર ઘાયલ કે દર્દીઓના હિતમાં સલામતી અને ચતુરાઇભર્યુ નિયંત્રણ કરવું પણ એ પાઇલોટનું વિશેષ કાર્ય છે. આજના આ અત્યાધુનિક યુગમાં ૧૦૮ સેવાના પાઇલોટ પણ સુસજ્જ ટેક્નોલોજી અને સ્માર્ટફોનની મદદથી દર્દીને ખુબજ ઝડપથી યોગ્ય હોસ્પિટલ સુધી પહોંચાડે છે. ૨૬ મી મે, કટોકટી સમયે, મહામુલી માનવજીદંગી બચાવનારા પાયલેટને સર્મર્પિત છે કે જેઓ મુશ્કેલભર્યો માર્ગ, માર્ગની પિરિસ્થિત, સમય, વાતાવરણ અને સ્થળ પર ની કપરી પિરિસ્થિત ને પહચી વળવા સક્ષમ અને કટ્ટીબધ્ધ છે.

Advertisement

આ સેવાને બીજી સેવાઓ કરતાં અલગ પાડે છે ૧૦૮ ટીમનો અદમ્ય ઉત્સાહ, અખંડીતતા, સહાનુભૂતિ, પ્રયોજન અને વહીવટી કુશળતા કે જે સ્પષ્ટપણે દ્રશ્યમાન અને ચર્ચાય છે.આ પ્રસંગે જશવંત પ્રજપતિ,ચીફ ઓપરેટીંગ ઓફીસર, જી.વી.કે.ઇ.એમ આર.આઇ-૧૦૮, એ જણાવ્યું કે ૧૦૮ એમ્બ્યુલન્સના ચાલકને જી.વી કે ઇ.એમ.આર.આઇ. એ “પાઇલોટ” નું બિરૂદ આપેલ છે કે જે એમ્બ્યુલન્સ માત્ર ચલાવતો નથી પરંતુ સાથે સાથે ઉચ્ચ કોટીની કટીબધ્ધતા, સમપર્ણની ભાવના અને અનોખી જીવનરક્ષક જવાબદારી અદા કરે છે. તેઓ સત્વરે અને સલામતીથી ઇમરજન્સી ઘટના સ્થળ પર પહોચીને જીવન અને મૃત્યુના અંતર વચ્ચે સેતુ બને છે. તેઓ મહામુલી જીવન બચાવવા માટે ઇ.એમ.ટી ને પણ મદદરૂપ થાય છે અને ઇ.એમ.ટી ને પડતી અડચણો પણ દૂર કરે છે. અમુલ્ય જીવન બચાવતાં તેઓને અનહદ સંતોષ મળે છે કે જે તેમને તે બાબતનો ઉત્સાહ પુરો પાડે છે. આપણે સૌ એ આવી વ્યક્તિઓ કે જે કટોકટીના સમયે મદદ પુરી પાડવાની પ્રશંસનીય કામગીરી કરે છે તે બદલ દીલ થી તેમનો આભાર માનવો જોઇએ.

સમગ્ર ગુજરાતમાંથી દરેક જીલ્લામાં વર્ષ દરમિયાન ઉમદા કામગીરી બદલ ૧૦૮, ખિલખિલાટ, ૧૯૬૨, ૧૦ ગામ દીઠ એક ફરતું પશુ દવાખાનું ધન્વંતરિ આરોગ્ય સ્થ આરોગ્ય સંજીવની સેવામાં કાર્યરત ૧૧૩ જેટલા પાઇલોટ, કેપ્ટન, તથા ડ્રાઇવરને સન્માનીત કરવામાં આવેલ.

જી.વી.કે.ઇ.એમ.આર આઇ. રાજ્યની તમામ જીલ્લાને આવરી લઇ કુલ ૮૦૦ જેટલી અત્યાધુનિક એમ્બ્યુલન્સનો કાફલો સાથે કાર્યરત છે અને ૨૯ ઓગસ્ટ, ૨૦૦૭ થી ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સ સર્વિસ દ્વારા અત્યાર સુધી કટોકટીની પરિસ્થિતિમાં ૧ કરોડ ૩૫ લાખ કરતાં વધુ ઇમરજન્સીના કિસ્સામાં સેવા પૂરી પાડી છે અને આ ૧૪ વર્ષના સમયગાળામાં ૧૨,૧૪ લાખ કરતાં વધુ લોકોની મહામુલી જીંદગી બચાવી આ સેવાનું એક ઉમદા ઉદાહરણ પૂરું પાડેલ છે.

હાલમાં પ્રસારિત કોરોના વાઇરસ રોગની મહામારીને પહોંચી વળવા માટે ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવા દ્વારા ખાસ કોવિડ એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે, આ એમ્બ્યુલન્સમાં કાર્યરત પાઇલોટ અને ઇએમટી દ્વારા ૨,૨૩,૨૧૮ જેટલા કોરોના વાઇરસ રોગ સબંધિત લક્ષણ ધરાવતા દર્દીઓનો સલામત રીતે હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવ્યા છે. ફરજ દરમ્યાન અંગત અને કૌટુંબિક આપદાઓને પણ જાહેરહિતમાં બાજુએ રાખી ફરજ બજાવેલા વિશિષ્ટ કર્મીઓને પણ તેમની કાર્યનિષ્ઠા અને સમર્પણ માટે બિરદાવવામાં આવેલ છે.


Share

Related posts

જંબુસર ના ખાનપુર દેહ ગામ ના ગ્રામજનોએ ‘રોડ નહી તો વોટ નહી’ ની માંગ સાથે પ્રાન્ત અધિકારી એમ.બી.પટેલ ને આવેદનપત્ર પાઠવ્યુ.

ProudOfGujarat

ભરૂચ જીલ્લામાં ભકતજનોએ શ્રદ્ધાપૂર્વક દશા માઁ ને પોતાના નિવાસ સ્થાને બિરાજમાન કરી વ્રતની શરૂઆત કરી.

ProudOfGujarat

ભરૂચ-અંભેટાની ગુજરાત ફ્લોરા કેમિકલ્સ કંપની સાથે કર્મીઓના પ્રતિક ઉપવાસ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!