સુલેમાન મહંમદ ઈસ્માઇલ ખોનાત મુળ વતની સિતપોણ તા. જી. ભરૂચ જે હાલ બ્લેકબન યુ.કે. મા વસવાટ કરે છે. જેમની યુ.કે. મા “મેયર” તરીકે પસંદગી થયેલ છે. જે મુસ્લીમ વ્હોરા પટેલ સમાજ તથા ભારતીયો માટે ખુબ જ ગૌરવની વાત છે.
સુલેમાનભાઈ ખોનાતના પિતા મહંમદ ઈસ્માઇલ ખોનાત એ ૧૯૫૦ ના દાયકામા ભારત છોડી મલાવી આફ્રીકા ગયા હતા. ૧૯૭૬ મા તેમનુ મલાવી આફ્રીકા ખાતે અવસાન થયુ. તેમના અવસાન બાદ તેમના માતા હુરી મહંમદ ખોનાત સાથે તેઓ બ્લેકબન યુ.કે. ખાતે સ્થાયી થયા. ત્યા તેમણે તનતોડ મહેનત અથાગ પરિશ્રમ તથા પ્રામાણિકતાથી કામ કરી “અખબાર તથા સામયિક સંગઠન”ના અધ્યક્ષ બન્યા. છેલ્લા 20 વર્ષથી તેઓ “મેજીસ્ટ્રેટ જસ્ટીસ ઓફ ધ પીશ” બની ન્યાયાલયમા બેસે છે. હાલમા યુ.કે. સરકાર દ્વારા તેમને મેયર બનાવવામાં આવ્યા છે. યુ.કે. સરકાર દ્વારા આવુ સન્માન જનક પદ મેળવનાર સુલેમાન મહંમદ ખોનાત એકમાત્ર ભારતીય તથા મુસ્લિમ વ્હોરા પટેલ સમાજના વ્યક્તિ છે.
તેમના મૂળ વતન સિતપોણ ખાતેનુ કુટુંબ પરિવાર, સ્નેહીજનો અને ગામજનોએ સુલેમાન મહંમદ ખોનાત ભવિષ્યમા સફળતાના અનેક શિખરો સર કરે એવી દુઆઓ અને શુભેચ્છાઓ પાઠવી.
તૌસીફ કિકા : વલણ-કરજણ