ભરૂચમાં વર્ષો જૂના રતન તળાવની સાફ-સફાઈની કામગીરીના મુદ્દે વિપક્ષ શાસક પક્ષ પર રાજકીય બિલ્ડરોને માત્ર મલાઈદાર કામ કરવામાં જ રસ હોય તેવા આક્ષેપો કર્યા છે.
ભરૂચના કોંગ્રેસ પાર્ટીના આગેવાનો એ તાજેતરમાં જ વિવિધ વિસ્તારોમાં આવેલા કાંસની સાફ-સફાઈની કામગીરી અંગે શાસક પક્ષને રજૂઆત કરી હતી ત્યારબાદ આજે કોંગ્રેસના આગેવાનો દ્વારા રતન તળાવમાં સાફ-સફાઈની કામગીરી તેમજ વિકાસના કાર્યો હાથ ધરવાની વાત કરી છે. વિપક્ષે આ તકે શાસક પક્ષ પર આક્ષેપ કર્યા છે કે છેલ્લા ૨૭ વર્ષથી ભરૂચ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન હોય તેમ છતાં અન્ય તળાવોની સફાઈ કામગીરી કે વિકાસના કાર્યો હાથ ધરવામાં આવે છે પરંતુ રતન તળાવની કોઈપણ જાતની સાફ-સફાઈની કામગીરી કે વિકાસ કાર્યો હજી સુધી આજદિન સુધી કેમ હાથ ધરવામાં આવ્યા નથી? શહેરમાં આવેલા અન્ય તળાવોની સાફ-સફાઈની કામગીરી કે વિકાસના કાર્યો હંમેશા ભારતીય જનતા પાર્ટીના શાસકો દ્વારા હાથ ધરવામાં આવે છે પરંતુ રતન તળાવમાં દુર્લભ કાચબા જોવા મળે છે જે કાચબાઓને જોવા માટે દેશ-વિદેશથી સહેલાણીઓ આવતા હતા આજે આ કાચબાનું પણ અહીં કોઈ ભવિષ્ય રહ્યું નથી.
ઉપરાંત કરોડો રૂપિયાની ગ્રાન્ટ રતન તળાવના વિકાસ અર્થે અવારનવાર કરવામાં આવે છે પરંતુ આ ગ્રાન્ટ માત્રને માત્ર કાગળ પર જ રહેવા પામી છે તેવા પણ આક્ષેપ વિપક્ષી આગેવાનોએ કર્યા છે. ઉપરાંત આ તકે વિપક્ષીનેતા જણાવે છે કે ભરૂચમાં રતન તળાવનો વિકાસ નથી થયો એની પાછળ રાજકીય બિલ્ડરો પણ ક્યાંકને ક્યાંક જવાબદાર છે તેઓને માત્ર મલાઈદાર કામ કરવામાં જ રસ હોય આ પ્રકારના તળાવની કામગીરી કે સાફ-સફાઈમાં કોઈપણ પ્રકારનો રસ ન હોય તેમ પણ ઉમેર્યું હતું.
ભરૂચમાં વિકાસથી વંચિત રતન તળાવની સાફ-સફાઈની માંગ કરતાં કોંગ્રેસી આગેવાનો.
Advertisement