ગોલ્ડન બ્રિજ ની સમાંતર ચાલતા નવા બ્રિજ ના કામગીરી ને અનુલક્ષી તંત્ર દ્વારા અગાઉ જાહેરનામું બહાર પાડ્યું હતું અને જાહેરનામા માં જણાવ્યા મુજબ ગોલ્ડન બ્રિજ ઉપર થી આગામી દિવસો માં માત્ર ટુ વ્હીલર ગાડીઓ જ જાહેરનામા માં દર્શાવેલ સમયગાળા દરમિયાન પસાર થઇ શકશે જેના અનુસંધાન માં ભરૂચ – અંકલેશ્વર વચ્ચે દોડતી ૫૦૦ થી વધુ રીક્ષા ચાલકો માટે તેઓ ની રોજી રોટી તેમજ આજુ બાજુ ના ગામજનો અને વાર્ષિક પરીક્ષા ની તૈયારી કરી ચૂકેલા વિદ્યાર્થીઓ ના અને કોલેજ તેમજ શાળા એ આવતા વિદ્યાર્થીઓ ઉપર જેની સીધી અસર પડશે તેમ આવેદન પત્ર માં જણાવ્યું હતું …….
આજ રોજ જય ભારત ઓટો રીક્ષા એસોસિએશન દ્વારા ભરૂચ જીલ્લા સમાહર્તા ને સમગ્ર બાબત અંગે ની રજૂઆત કરી આવેદન પત્ર આપી જણાવ્યું હતું કે જાહેરનામા મુજબ ના સમય ગાળા દરમિયાન રીક્ષા ઓને ચાલુ રાખવામાં આવે અને જો તંત્ર તેઓની માંગણીઓ સંતોષે તેમજ વહીવટી તંત્ર દ્વારા લેવાયેલ ખોટા નિર્ણય ના વિરુદ્ધ માં ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી…..