Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચના લિંક રોડ પર આવેલ સાઇન સ્પામાં ચાલતા દેહ વ્યાપારનો પર્દાફાશ કરતી એ ડિવિઝન પોલીસ.

Share

ભરૂચના લિંક રોડ ઉપર આવેલ સિલ્વર સ્ક્વેર શોપિંગ સેન્ટરમાં આવેલ સાઈન સ્પા નામની દુકાનમાં ચાલતા દેહવ્યાપારનો ભરૂચની એ ડીવીઝન પોલીસે પર્દાફાશ કર્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ભરૂચના એ ડિવિઝનના પી.આઈ એકે ભરવાડની સૂચના અનુસાર દેહ વ્યાપાર જેવી ગેરકાનૂની પ્રવૃત્તિઓને સમાજમાંથી નાબૂદ કરવા માટે સૂચના આપવામાં આવેલ હોય જે આધારે બાતમી મળેલ કે લિંક રોડ ઉપર આવેલ સિલ્વર સ્કવેર શોપિંગ સેન્ટર નામની દુકાનમાં સ્પાની આડમાં બહારથી યુવતીઓ મંગાવી દેહવ્યાપાર ચલાવવામાં આવી રહ્યો છે જે બાતમીના આધારે ખાનગી વ્યક્તિને પોલીસ સ્ટેશનમાં બોલાવી ગ્રાહક તરીકે તૈયાર કરી સાઇન સ્પામાં ગ્રાહક તરીકે મોકલવામાં આવતા ખાતરી કરતાં ખરેખર અહીં દેહ વ્યાપાર ચાલતો હોવાનું જાણવા મળેલ આથી લિંક રોડ ઉપર સિલ્વર સ્ક્વેર સેન્ટરમાં એ ડીવીઝન પોલીસે દરોડો પાડતાં દેહવ્યાપારના ધંધામાં સાથે સંકળાયેલ ચાર યુવતીઓ અને દેહવ્યાપારનો ધંધો ચલાવતો પંકજ નગીનભાઈ પરમાર તથા ત્રણ ગ્રાહકો વિરેન્દ્રસિંહ સરદારજી માત્રોજા, સોયેબ યુસુફ મોહમ્મદ પઠાણ, ઈરફાન જમાલ મહંમદ નાઓને પોલીસે રેડ દરમિયાન ઝડપી લઇ જરૂરી પુરાવાઓ એકત્ર કરી કાઉન્ટર પરથી રોકડ રકમ તથા મોબાઈલ ફોન સહિત રૂપિયા 40,400 નાં મુદ્દામાલ સાથે દુકાન માલિક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

રાજપીપળા નજીક આંબલી ગામે પિક-અપ ઝાડ સાથે અથડાતા ચાલકનું મોત.

ProudOfGujarat

ભરૂચ જિલ્લા સમાજ સુરક્ષા અને બાળ સુરક્ષા વિભાગે ૨(બે) બાળલગ્ન થતાં અટકાવ્યા.

ProudOfGujarat

ભરૂચમાં કલેક્ટરના બંગલાના વાડામાંથી તસ્કરો ચંદનનું વૃક્ષ કાપી ફરાર થઈ ગયાં

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!