Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચના સેગવા ગામની સીમમાંથી એક અવાવરુ કુવારીમાંથી પાંચ ફૂટ લાંબો અજગર રેસ્કયુ કરાયો.

Share

ભરૂચ તાલુકાના સેગવા ગામની સીમમાં એક અવાવરૂ કુવારીમાંથી નેચર પ્રોટેક્શન ચેરીટેબલ ટ્રસ્ટના મુબારક પટેલ, જયેશ કનોજીયા, અતુલ વસાવા, વિનોદ વસાવાએ સંયુક્ત ઓપરેશન હાથ ધરી અજગરને રેસ્ક્યુ કર્યો હતો. સેગવા ગામની સીમમાં આવેલા એક અવાવરૂ કુવારીમાં એક ખેડૂતને અજગર દેખાતા તેઓએ ગામના પુર્વ સરપંચ ગુલામભાઈને જાણ કરી હતી.

ગુલામભાઈએ વન વિભાગને જાણ કરતા નેચર પ્રોટેક્શન ચેરીટેબલ ટ્રસ્ટના સદસ્યો મુબારક પટેલ તેમજ અન્ય ત્રણ સદસ્યોએ ખેતરમાં પહોંચી જઈ અજગર ના રેસ્ક્યુ ની કામગીરી હાથ ધરી હતી. આશરે પાંચ ફૂટ લાંબા અજગરનું રેસ્ક્યુ કર્યું હતું. રેસ્ક્યુ કરાયેલા અજગરને સલામત જગ્યાએ મુક્ત કરી દેવાશે એમ નેચર પ્રોટેક્શન ચેરીટેબલ ટ્રસ્ટના સદસ્ય જયેશ કનોજિયાએ જણાવ્યું હતું. અજગરને નિહાળવા ગ્રામજનો એકત્ર થયા હતા.

યાકુબ પટેલ, ભરૂચ

Advertisement

Share

Related posts

ભરૂચ પોલીસે દહેગામ ભલઈ ફળિયા પાસેથી 8 જુગારીઓને ઝડપી પાડ્યા

ProudOfGujarat

આર.ટી.ઓ સંબંધિત સેવાઓ ઉપલ્બધ કરાવવા કલેક્ટરને સૂચના

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાનાં પાણેથા ગામથી પ્રોહિબિશન એક્ટનાં ગુનામાં નાસતા ફરતા આરોપીને મુદ્દામાલ સાથે પકડી પાડતી ભરૂચ એલ.સી.બી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!