Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં દુકાનનું શટર તોડી ચોરી કરતી ગેંગના ત્રણ શખ્સોને ઝડપી પાડતી સી ડિવિઝન પોલીસ.

Share

ભરૂચમાં દુકાનનું શટર તોડી ચોરી કરતી સિકલીગર ગેંગના ત્રણ શખ્સોને સી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર તાજેતરમાં તારીખ 16-5-2022 ના રોજ જલારામ ટ્રેડર્સ નામની દુકાનનું શટર તોડી રોકડ રકમ તથા પ્લમ્બિંગનો સામાન મળી કુલ રૂપિયા 40,800 ની ચોરી થયેલ હોય આથી ભરૂચમાં આ પ્રકારના ગુનાઓને અટકાવવા માટે તેમજ આ પ્રકારના ગુનાઓ શોધી કાઢવા માટે નાયબ પોલીસ અધિક્ષક ચિરાગ દેસાઈની સૂચના અનુસાર સી ડિવિઝન પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તેમજ પોકેટ કોપની મદદથી આ ચોરીનો ભેદ ઉકેલ્યો છે. જેમાં સિકલીગર ગેંગના ત્રણ સાગરીતો (1) કાલીયાસિંગ ઉર્ફે ચંદાસિંગ ધનસિંગ બાવરી, (2) કર્નેલસિંગ ઉર્ફે ચંદાસિંગ ધનસિંગ બાવરી, (3) હરજીતસિંગ ઉર્ફે હારજીત હરબતસિંગ ટાંક નાઓને સી ડિવિઝન પોલીસે પ્લમ્બિંગના મુદ્દામાલ તેમજ બોનઇલ ફોન, ઓટો રિક્ષા no. GJ-05-CT-0949 સહિત કુલ રૂ. 44,800 સાથે ઝડપી પાડયા છે. આગળ ત્રણેય આરોપીઓ સમક્ષ કાયદેસરની કાર્યવાહી સી ડિવિઝન પોલીસે હાથ ધરેલ છે.

Advertisement

Share

Related posts

ભરૂચના પરદેશી વાડ વિસ્તારમાં મુસ્લિમ મહિલાઓએ CAA અને NRC નો વિરોધ કર્યો .

ProudOfGujarat

અંકલેશ્વરનાં સુરતી ભાગોળ વિસ્તાર ઝુંપડપટ્ટીમાં ભીષણ આગ લાગી.

ProudOfGujarat

વડોદરા : કરજણ તાલુકાના કોલીયાદ ગામના ક્રિકેટ મેદાન પર ધારાસભ્યના હસ્તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!