ભરૂચ જિલ્લામાં હેલ્થ કેર વર્કર, ફ્રન્ટલાઈન વર્કર, ૧૨ થી ૧૪ વર્ષના તથા ૧૫ થી ૧૭ વર્ષના બાળકોના પ્રથમ અને બીજા ડોઝ અને ૬૦ વર્ષથી વધુ વય જુથના કોવિડ વિક્સિનના પ્રિકોશન ડૉઝના એલીજીબલ લાભાર્થી તેમજ ૧૨ થી ૧૭ વર્ષના બાકી લાભાર્થીઓને વહેલી તકે આવરી લેવા તા.૨૨/૦૫/૨૦૨૨ ને રવિવારના રોજ ભરૂચ જિલ્લામાં મેગા વેક્સિનેસન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં ભરૂચ જિલ્લામાં ૨૯૬ વેક્સિન સેન્ટર ખાતે અંદાજિત ૧,૬૫,૦૦૦ જેટલા લાભાર્થીઓને આવરી લેવાનું હાથ ધરાયું છે.
જિલ્લામાં તમામ પાત્રતા ધરાવતા વ્યક્તિઓને કોવિડ-૧૯ રસીકરણથી સુરક્ષિત કરી કોરોના વાયરસના સંક્રમણથી બચાવવા કોવિડ-૧૯ રસીકરણ અંગે બાકી રહેલ હેલ્થ કેર વર્કર, ફ્રન્ટલાઈન વર્કર, ૧૨ થી ૧૪ વર્ષના તથા ૧૫ થી ૧૭ વર્ષના બાળકોના પ્રથમ અને બીજા ડોઝ અને ૬૦ વર્ષથી વધુ વય જુથના કોવિડ વિક્સિનના પ્રિકોશન ડૉઝના એલીજીબલ લાભાર્થીને રક્ષિત કરવા જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા અને જિલ્લા વિકાસ અધિકારી યોગેશ ચૌધરી તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. જે.એસ.દુલેરા દ્વારા એક અખબારી યાદીમાં અનુરોધ કરવામાં આવ્યો છે.