Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચના પંડિત ઓમકારનાથ હોલ ખાતે કેશ ક્રેડીટ કેમ્પ યોજાયો.

Share

નેશનલ રૂરલ લાઈવલીહુડ મિશન અંતર્ગત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા સમગ્ર રાજ્યમાં કાર્યરત દીનદયાળ અંત્યોદય યોજના રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ કાર્યરત સખી મંડળને તથા સ્વસહાય જૂથોને પ્રોત્સાહન આપી મહિલાઓને આત્મનિર્ભર બનાવવાના હેતુથી રાજ્ય સરકાર દ્વારા આર્થિક સહાય આપવાના હેતુસર સ્વસહાય જુથો માટે બેન્ક લીંકેજ અન્વયે જિલ્લા કક્ષાના કેશ ક્રેડીટ કેમ્પનું આયોજન ભરૂચના પંડિત ઓમકારનાથ હોલમાં સાંસદ મનસુખભાઈ વસાવાના અધ્યક્ષપદે અને નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઈ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ અલ્પાબેન પટેલ, જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ ચૌધરીની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ અંતર્ગત બેન્ક લીંકેજ કેમ્પ દરમિયાન ૩૪૩ સખીમંડળોને રૂ.૩૭૨.૧૦ લાખની રકમની લોનનું ધિરાણના ચેકોનું મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું. આ વેળાએ સ્ટેજ પરથી ૧૬ જેટલાં લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે લોન મંજુરીના ચેક એનાયત કરાયા હતા. ઉપરાંત બેન્ક સખી, NRLM યોજનાના શ્રેષ્ઠ કર્મચારી અને બેન્ક ઓફ બરોડા હાંસોટ, નેત્રંગ, અંકલેશ્વર તેમજ બરોડા ગુજરાત ગ્રામીણ બેન્ક નેત્રંગના બ્રાન્ચ મેનેજરોનું સન્માન મહાનુભાવોના હસ્તે કરાયું હતું.

કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી સાંસદ મનસુખભાઈ વસાવાએ જણાવ્યું હતું કે, મહિલા સશક્તિકરણ માટે કેન્દ્ર તથા રાજ્ય સરકાર દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે. તેમણે રાજ્ય સરકાર ગામડાના છેવાડાની મહિલાઓ સુધી પહોંચી તેમને આત્મનિર્ભર બનાવવાનના હેતુથી સરકાર દ્વારા અનેક યોજના ઘડી મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનાં પ્રયત્નો કરવામાં આવ્યા છે જેમાં સરકાર અને ભરૂચ જિલ્લાની બેંકોનો મોટો ફાળો રહયો છે. સખી મંડળને વટવૃક્ષ ગણાવી, મહિલાઓ દ્વારા લોનની વ્યાજ સહિત પરત કરવાની કામગીરીને બિરદાવી હતી. સાંસદશ્રીએ બહેનોને શિક્ષણ પર ધ્યાન આપવા સાથે વ્યસનમુક્તિ માટે, અંધશ્રધ્ધા તેમજ કૂરિવાજો દૂર કરવા માટે જાગૃત બને તેવી હાકલ કરી હતી. તેમણે સ્ત્રી શક્તિના અનેક દ્રષ્ટાંતો સાથે મહિલાઓને પ્રોત્સાહિત કર્યા હતા.

નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઈ પટેલે બહેનો કેવી રીતે પગભર થાય તે માટે રાજ્ય સરકાર સતત ચિંતિત છે. હજારો બહેનો સખીમંડળ થકી પગભર થઈ રહી છે તેમ જણાવી દુષ્યંતભાઈ પટેલે મહિલાઓને સમાજમાં સમકક્ષ ગણાવી, છેવાડાનાં વિસ્તારની મહિલાઓ કે જે નાના પાયાના ઉદ્યોગો સાથે સંકળાયેલા છે તેમને પગભર બનાવવાના અર્થે લોન ધિરાણની રાજ્ય સરકારની આ યોજનાકીય પ્રવૃતિને સરાહનીય ગણાવી હતી. તેમણે મહિલાઓ અને બાળ કલ્યાણ વિભાગની અનેકવિધ યોજનાઓની માહિતી આપી યોજનાઓના લાભ મેળવી સુરક્ષિત બનવા ઉપસ્થિત મહિલાઓને અનુરોધ કર્યો હતો. જિલ્લા પંચાયતના પ્રમુખ અલ્પાબેન પટેલે કેન્દ્ર તથા રાજ્ય સરકારની મહિલા વિષયક વિવિધ યોજનાઓની માહિતી આપી હતી.

Advertisement

જિલ્લા વિકાસ અધિકારીશ્રી યોગેશ ચૌધરીએ ભરૂચ જિલ્લામાં નેશનલ રૂરલ લાઈવલીહુડ મિશનની કામગીરીની વિસ્તૃત વિગતો આપી ક્રેડિટ કેમ્પની સફળતા ઈચ્છી હતી. મહિલાઓને આર્થિક રીતે પગભર બનાવવાના હેતુથી વિવિધ પ્રવૃતિઓ સાથે સંકળાયેલી હોય છે, તેમના ક્ષેત્રમાં તેઓને વધુને વધુ આગળ વધારવાના હેતુથી બેન્કો દ્વારા લોનની સહાય આપવામાં આવી રહી છે. મહિલાઓએ વધુ પ્રમાણમાં આ યોજનાનો લાભ લેવો જોઈએ.
લીડ ડીસ્ટ્રીક્ટ મેનેજર જીગ્નેશભાઈ પરમારે મહિલાઓ આત્મનિર્ભર કેવી રીતે બની શકે તેની માહિતી આપી પ્રધાનમંત્રી જનધન યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વિમા યોજના, પ્રધાનમંત્રી જીવનજ્યોત યોજના અને સુકન્યા સમૃધ્ધિ યોજનાઅંગે ઉપયોગી માહિતી પુરી પાડી હતી. આ વેળાએ જય અંબે સખીમંડળ નેત્રંગના અનિલાબેન વસાવાએ એમ્બ્રોડરી વર્ક કરીને પોતાના જુથે કેવી રીતે રોજગારી પ્રાપ્ત કરી તે અંગે પોતાનો પ્રતિભાવ રજૂ કર્યો હતો.

જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક સી.વી.લતાએ કાર્યક્રમની રૂપરેખા આપી સૌનું સ્વાગત કર્યું હતું. અંતમાં આભારવિધિ જિલ્લા લાઈવલીહુડના મેનેજર એ કરી હતી. કાર્યક્રમના અંતે રાષ્ટ્રીય ગીતનું ગાન થયું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા, જિલ્લા આગેવાન મારૂતિસિંહ અટોદરીયા, નગરપાલિકાના પ્રમુખ અમિતભાઈ ચાવડા, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશભાઈ મિસ્ત્રી, જિલ્લા લાઈવલીહૂડ મિશનના ડીએલએમ પ્રવિણભાઈ વસાવા. અંકિતાબેન દવે, આગેવાન પદાધિકારીઓ, વિવિધ બેન્કોના અધિકારીઓ અને સખીમંડળ તથા સ્વસહાય જુથની બહેનો ઉપસ્થિત રહી હતી. કાર્યક્રમ બાદ સખીમંડળ દ્વારા યોજિત પ્રદર્શનનું મહાનુભાવોએ નિરીક્ષણ કર્યું હતું.


Share

Related posts

અરબી સમુદ્રમાં હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ, ONGC એ સવાર 9 વ્યક્તિમાંથી 6 ને બચાવ્યા.

ProudOfGujarat

નારેશ્વર નજીક સર્જાયેલા ગમખ્વાર અકસ્માત બાદ સફાળા જાગેલા તંત્ર દ્વારા ડમ્પરો પર તવાઈ.

ProudOfGujarat

અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એશોસિએશનનાં હોદ્દેદારોની વરણી કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!