ભરૂચમાં જય ભારત ઓટો રીક્ષા એસોશીએશન દ્વારા અવારનવાર ઓટો રીક્ષા સ્ટેન્ડની માંગણી કરવામાં આવે છે પરંતુ વહીવટી તંત્ર દ્વારા આજદિન સુધી કોઈ રીક્ષા સ્ટેન્ડ ફાળવવામાં ન આવતા ઓટોરિક્ષા એસોસિએશનના પ્રમુખ આબિદ મિર્ઝા દ્વારા જિલ્લા કલેકટર સમક્ષ લેખિત આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે.
આ લેખિત આવેદનપત્રમાં જણાવ્યું છે કે છેલ્લા બે વર્ષથી જય ભારત ઓટો રીક્ષા દ્વારા ભરૂચ શહેરમાં 82 જેટલા ઓટો રીક્ષા સ્ટેન્ડની વારંવાર માંગણી કરવામાં આવી છે તેમ છતાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઓટો રિક્ષા ચાલકો માટે સ્ટેન્ડની ફાળવણી કરવામાં ન આવતા ટ્રાફિક પોલીસ સાથે પણ અવારનવાર ઓટો રીક્ષા ચલાવનારનું ઘર્ષણ ઉભું થાય છે. ભરૂચમાં ઓટો રીક્ષા સ્ટેન્ડ ન હોવાથી ટ્રાફિક પોલીસ દ્વારા ઓટો રિક્ષાના ચાલકો પાસેથી મસમોટા દંડની વસૂલાત પણ કરવામાં આવે છે. રિક્ષાચાલકો પોતાની જાત મહેનતથી પોતાનું તથા પરિજનોનું આવી મોંઘવારીના કપરા સમયમાં ગુજરાત ચલાવતા હોય છે તેમને ટ્રાફિક પોલીસ દ્વારા અપમાનિત કરી મસમોટા દંડની વસૂલાત કરવામાં આવે છે. આથી આપ કલેકટરને અમારી રજૂઆત છે કે નિયત જગ્યા ઉપર ભરૂચમાં વહેલી તકે ઓટો રીક્ષા સ્ટેન્ડ ફાળવવામાં આવે છે આથી ઓટોરિક્ષા ચાલકોને મસમોટા દંડની વસૂલાત બચાવી શકાય.
ભરૂચમાં ઓટો રીક્ષા સ્ટેન્ડ ન ફાળવાતા જય ભારત ઓટો રિક્ષા એસોશીએશનના પમુખે કલેકટરને પાઠવ્યું આવેદન.
Advertisement