Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : નેત્રંગના આટખોલ ગામની સીમમાં ચાલતા જુગારધામ પર પોલીસના દરોડા, ચાર ઈસમોને લાખોના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી પાડયા..!!

Share

ભરૂચ જિલ્લામાં પોલીસ વડા તરીકે નો હવાલો ડો.લીના પાટીલે સંભાળ્યા બાદથી જ દારૂ જુગાર જેવી પ્રવૃતિઓ સામે પોલીસ વિભાગની સતત લાલઆંખ જોવા મળી રહી છે, જિલ્લામાં વિવિધ સ્થળે રોજના પોલીસના દરોડામાં બુટલેગરો સહિત જુગારીઓ ઝડપાઇ રહ્યા છે, છેલ્લા એક માસમાં અનેક ગુનેગારોને પોલીસે ઝડપી પાડી જેલમાં સળિયા ગણતા કર્યા છે, તેવામાં નેત્રંગ તાલુકામાંથી વધુ એકવાર લાખોના મુદ્દામાલ સાથે ચાર ઈસમોને પોલીસે ઝડપી પાડી અન્ય નવ જેટલા ફરાર ઇસમોને વોન્ટેડ જાહેર કરતા જુગારી તત્વોમાં ભારે ખળભળાટ મચ્યો છે.

ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના આટખોલ ગામની સીમમાં આવેલ એક ખેતરમાં કેટલાક ઈસમો જુગાર રમી રહ્યા હોવાની બાતમી નેત્રંગ પોલીસ મથકના કર્મીઓને મળતા પોલીસે સીમમાં આવેલ ખેતરમાં તપાસ કરતા સ્થળ પરથી ચાર જેટલા ઈસમોને જુગાર રમતા ઝડપી પાડયા હતા તેમજ અન્ય નવ ઇસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.

નેત્રંગ પોલીસના દરોડામાં (૧) વિનોદભાઈ પ્રતાપભાઈ વસાવા (૨) રઉફ ભાઈ ઇબ્રાહીમ ભાઈ કાગજી (૩) નરેશભાઈ મણીલાલ વસાવા (૪) દિપક શિવભાઈ વસાવાને રોકડ રકમ સહિત મોટરસાયકલ અને મોબાઈલ ફોન મળી કુલ ૨,૫૦,૭૨૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી અન્ય નવને વોન્ટેડ જાહેર કરી નેત્રંગ પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

Advertisement

હારુન પટેલ : ભરુચ


Share

Related posts

માંગરોળ : ઝંખવાવના સિંગલ ફળિયામાં રોડ માર્જિનની જગ્યામાં ગંદકી મુદ્દે પ્રાંત અધિકારીને રજૂઆત કરાઈ.

ProudOfGujarat

ઝઘડિયા : રાજપારડીમાં નાના બાળકોએ જીવનનો પહેલો રોજો રાખ્યો.

ProudOfGujarat

અંકલેશ્વર માં બોર્ડ ની પરીક્ષા આપવા ગયેલ મુસ્લિમ વિધાર્થીની નો બુરખો અને ઓઢની પ્રિન્સિપાલ દ્વારા ખેંચી લેવાતા વિવાદ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!