ભરૂચ જિલ્લાના દહેજ ખાતે આવેલ G.A.C.L કંપનીમાં નોકરી કરતા કર્મચારી તથા અગાઉ કેટાલીસ્ટ પાવડરની ચોરીમાં પકડાયેલ આરોપી રાહુલ રાઠોડ તેમજ તેના મિત્રોએ ભેગા મળી ચોરી કરી એક મકાન માં બધા મિત્રો ભેગા થયા હોવાની બાતમી ક્રાઇમ બ્રાંચ ને મળતા ક્રાઇમ બ્રાંચે દહેજ ખાતેના એક મકાન માં જઈ તપાસ કરતા તમામ મળી આવતા તેઓની સમગ્ર મામલે પૂછપરછ શરૂ કરી હતી..
ક્રાઇમ બ્રાંચની પુછપરછમાં તમામ આરોપીઓ ભાંગી પડ્યા હતા અને તેઓના પાસે રહેલા રૂપિયા ૭,૮૦,૦૦૦ દહેજ ખાતેની G.A.C.L કંપની માંથી પેલેડીયમ કેટાલિસ્ટ પાઉડરની ચોરી કરી વેચી દીધેલ જે વેચાણના રૂપિયા હોવાની કબૂલાત કરતા પોલીસે તમામની અટકાયત કરી હતી.
ક્રાઇમ બ્રાંચે મામલે (૧) રાહુલભાઈ સુરેશભાઈ મેલાભાઇ રાઠોડ રહે.દહેજ ટાવર ફળિયું,(૨)વિક્કી રાજકુમાર પવાર રહે.દહેજ ટાવર ફળિયું (૩)મહેશભાઈ બકોરભાઈ રાઠોડ રહે.દહેજ.ઠુઠિયા ફળિયું તેમજ (૪) અજય ભાઈ કનુભાઈ રાઠોડ રહે.દહેજ પરા ફળિયું નાઓની અટકાયત કરી તેમજ અન્ય એક આરોપી નવીનભાઈ ઉર્ફે ડોન રણછોડભાઈ પટેલ રહે ઉંચેડિયા, ઝઘડિયા નાઓને વોન્ટેડ જાહેર કરી તમામ પાસ3 થી રોકડા રૂપિયા ૭,૮૦,૦૦૦ અને ચાર મોબાઈલ ફોન મળી કુલ ૭,૯૦,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
હારુન પટેલ : ભરુચ